આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ DCPએ કોન્સ્ટેબલ લાલજી ગામીતને સસ્પેન્ડ કરી દીધો હતો.
તમે અવારનવાર ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઇવરોને બિનજરૂરી રીતે હેરાન કરવા વિશે સાંભળ્યું હશે અથવા તમે તમારી નજીકના રસ્તા પર આવી કોઈ ઘટના જોઈ હશે. આવા કિસ્સાઓના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. જો કે, આ દિવસોમાં લોકોમાં ટ્રાફિક નિયમોને લઈને જાગૃતિ જોવા મળી રહી છે.

સચિન હાઈવે પર ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરવાને બદલે 300 પોતાના ખિસ્સામાં નાખતી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ ડીસીપીએ કોન્સ્ટેબલ લાલજી ગામીતને સસ્પેન્ડ કરી દીધા છે. બુધવારે, તેણે એક સ્કૂટી ચાલકને રોક્યો અને આરસી બુક, પીયુસી અને હેલ્મેટ ન હોવા બદલ 3,300 રૂપિયાનો દંડ ભરવા કહ્યું. આ અંગે વિદ્યાર્થીએ વિદ્યાર્થી હોવાનું જણાવી દયા રાખવાનું કહ્યું હતું, જેના પર પોલીસે 3300ના ચલનના બદલે 500ની માંગણી કરી હતી, જોકે બાદમાં પોલીસકર્મીઓ 300 પર રાજી થયા હતા.
કોઈ વ્યક્તિએ આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. પૈસા આપનાર વિદ્યાર્થીએ પોલીસને ચેતવણી પણ આપી હતી કે લાંચ લેવાથી પોલીસકર્મીનું કોઈ ભલું નહીં થાય અને તેની વાત સાચી સાબિત થઈ.