BJP ભાજપના નેતાઓએ જ ભાજપના કોર્પોરેટરોને ઉઠાવી ગયા
સુરેન્દ્રનગર ભાજપ થાન પાલિકા નો હાઇવે પર હાઈ વોલ્ટ ડ્રામા
જૂથ વાદે બધા ને દોડાવ્યા પ્રમુખ પદ ની રેસ માં જીત્યું કોણ??
BJP થાન નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખના નામ જાહેર,પાલિકાના 18 સભ્યોની અટકાયત કરાતા વિવાદ ગેરવર્તન કરવામાં આવ્યા હોવાનો આરોપ..
સમાચાર
BJP થાન નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના નામ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. પ્રમુખ તરીકે પ્રદ્યુમન સિંહ રાણા અને ઉપપ્રમુખ તરીકે રાજુ અલગોતરનું નામ જાહેર કરાયું છે. સુરેન્દ્રનગરની થાન નગરપાલિકાના 18 સભ્યો ફાર્મ હાઉસમાંથી પરત ફરતા તેમને પોલીસ દ્વારા નજરકેદ કરવામાં આવ્યા હતા. સભ્યોની ગેરહાજરીમાં જ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખનું નામ જાહેર કરવામાં આવ્યું છે.
થાન નગરપાલિકામાં ભાજપનો થયો હતો વિજય
સુરેન્દ્રનગરની થાન નગરપાલિકાની ચૂંટણી 17 દિવસ પહેલા યોજાઇ હતી અને તેના પરિણામ પણ આવી ગયા બાદ હવે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે 25 બેઠકો નગરપાલિકાની જીતી છે ત્યારે હવે ભાજપનો અંદર અંદરનો વિવાદ સામે આવ્યો છે.સ્થાનિક ધારાસભ્ય સામજી ચૌહાણ જે સભ્યોને લઈ ગુમ થયા હતા તેમને દેદાદરા નજીક રોકી દેવામાં આવતા વિવાદ વકર્યો હતો.
ધારાસભ્ય શામજી ચૌહાણ નગરપાલિકાના 18 જેટલા સભ્યોને લઇ અને એક ફાર્મ હાઉસમાં જતા રહ્યાં હતા.આજે પ્રમુખ તરીકેની જાહેરાત થવાની હતી ત્યારે તે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન લખતર દેદાદરા નજીક આ તમામ લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ત્રણ વાગ્યે બોર્ડની બેઠક હતી ત્યારે ભાજપના નગરપાલિકાના સભ્યો ગેરહાજર હતા છતા પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખની જાહેરાત કરવામાં આવી છે.
મહત્ત્વપૂર્ણ છે કે 28 સભ્યો ધરાવતી થાન નગરપાલિકામાં ભાજપ 25 સભ્ય માટે ખેલ થયો પ્રમુખ પોતાના જૂથ ના બનાવવા
અંતે વઢવાણ લખતર રોડ ઉપર હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો જેમ અનેક કાર માં લેડીઝ સભ્યો સહીત પોલીસ સાથે ચલક ચલ્લાણુ રમી રહ્યા હતા
અમારી ટીમે ને જોઈને એક સભ્ય મહિલા એ મદદ માંગી હતી