આગરા: ફતેહપુર સીકરીમાં સ્વિત્ઝરલેન્ડના એક કપલને ઢોર મારવામાં આવ્યો હતો. તે વિશે હવે સુષ્મા સ્વરાજે યુપી સરકાર પાસે રિપોર્ટ માગ્યો છે. આ ઘટના રવિવારની છે. આરોપ છે કે, સ્વિસ કપલ લોહીથી લથબથ રોડ પર પડ્યું હતું અને લોકો તેમની મદદ કરવાની જગ્યાએ તેમનો વીડિયો બનાવતા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હાલ બંને દિલ્હીની એક હોસ્પિટલમાં એડ્મિટ છે. નોંધનીય છે કે, ફતેહપુર સીકરી આગરાથી માત્ર 36 કિમી જ દૂર છે.
સપ્ટેમ્બરમાં ક્લાર્ક ગર્લ ફ્રેન્ડ સાથે આવ્યો હતો ભારત
– સ્વિતઝરલેન્ડના લુજાનામાં રહેતા ક્યૂન્ટીન જેર્મી ક્લોર્ક તેમની ગર્લ ફ્રેન્ડ મેરી દ્રોજ સાથે 30 સપ્ટેમ્બરે ભારત આવ્યો હતો.