રાજસ્થાનના ભીનમાલથી મહેસાણામાં ભેળસેળ કરેલું સિન્થેટીક દૂધ લોકો પી રહ્યાં છે. ભીનમાલના વકીલ ભગવાનરામ બિષ્નોઈએ મહેસાણા અને પાલનપુર પોલીસને આ અંગે જાણ કરી છે. ટેન્કર નંબર આર.જે.46-જીએ-1723 મારફતે 20,000 લીટર દૂધ મહેસાણા એક ખાનગી ડેરીમાં આવી રહ્યું છે. મહેસાણા શહેરમાં રોજનું 67,000 લીટર દૂધ વપરાય છે. જેમાં 15 હજાર લીટર દૂધ ખાનગી ડેરી દ્વારા વેચવામાં આવે છે. દૂધમાં યુરીયા અને ચીકાસ વાળું કેમિકલ્સ વાપરવામાં આવે છે. આવું દૂધ પીવાથી ચામડીના રોગો વધી રહ્યાં છે.
ગુણવત્તાની તપાસ માટે કોઈ વ્યવસ્થા નથી
ફૂડ અને ડ્રગ્ઝ વિભાગમાં કેવા કૌભાંડો થઈ રહ્યાં છે તેનો પર્દાફાશ કર્યો છે. હાઈવે પર દૂધની હેરાફેરીની કે તેની ગુણવત્તાની તપાસ માટે કોઈ વ્યવસ્થા નથી.
કોઈ પગલા ભરાતા નથી
મહેસાણાથી દૂધની ટેન્કરો હરીયાણા અને દિલ્હી જાય છે ત્યારે રાજસ્થાનથી ટેન્કરો અહીં આવે છે. રાજસ્થાનમાં સહકારી ધોરણે નહીં પણ ઠેકેદારો દ્વારા દૂધ એકઠું કરવામાં આવે છે. ખોરાક અને ઔષધ કમિશનરની કચેરીના અધિકારીઓને આ અંગે તો કોઈ ખબર જ ન હતી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે ખોરાક અને ઔષધ કમિશનરને જાણ કરી હતી. પહેલાં ખોરાક અને ઔષધ વિભાગના નિરીક્ષક અને 2 અધિકારીઓને જાણ કરી હતી. તેમ છતાં તે અંગે કોઈ જ પગલાં ભરાયા ન હતા. કે. આર. પટેલ પણ આ બધું જાણે છે.
2011થી નકલી દૂધ અને માવો મહેસાણામાં
મહેસાણા નજીકના વિસનગરમાં 9 ડિસેમમ્બર 2011માં ફૂડ પોઇઝનિંગની બે ઘટના બન્યા બાદ નકલી દૂધથી બનેલો 930 કિલો માવો વેચાતો હોવાનું પકડીને વડનગર પોલીસ ફરિયાદ કરાઈ હતી. માત્ર રૂ.50માં એક કિલો માવો થિન્થેટીક દૂધથી તૈયાર થતો હતો. જે મિઠાઇ બનાવવામાં વપરાતો આવ્યો છે. જેમાં કપડાં ધોવાનો પાઉડર, મેંદો, સીંગોડાનો લોટ અને યુરીયા રાસાયણીક ખાતર ભેળવેલો મીટાઈ પકડાઈ હતી. ફુડ ઈન્સ્પેક્ટરોની રહેમનગર હેઠળ જ બેરોકટોક આ ધંધો ચાલી રહ્યો છે. જેમાં 200 ટકાનો નફો છે.
આ દુધનો માવો બે દિવસમાં બની જાય છે ઝેર
વડનગરના કહીપુર ગામના પટેલ વિનોદ નરોત્તમે વનસ્પતિ ઘી, મિલ્ક પાવડર તથા અન્ય કેમિકલનો ઉપયોગ કરી ભેળસેળ યુક્ત માવો તૈયાર કરી મીઠાઈ બનાવી હતી. માવો બેક્ટેરીયાના કારણે બે દિવસમાં ખાટો બની જતા તે ઝેરી બની ગયો હતો. નકલી 5 લિટર દૂધને ઉકાળતાં દોઢ કિલો માવો બને છે. જેમાં મેલ દૂર કરવા માટે અને ચમક લાવવા માટે ભીંડી નાંખવામાં આવે છે.
દૂધ અને માવામાં યુરિયા ખાતર વપરાતાં આંતરડામાં ચાંદા પડવા, લીવર ઉપર સોજો આવવો, લીવર ફેલ થઇ જવું, કિડનીને ખરાબ અસર થઇ શકે છે.