Taj Skyline Hotel bomb threat : સિંધુભવન રોડ પર તાજ હોટલને બોમ્બથી ઉડાવવાની ધમકી, પાકિસ્તાની નંબરથી ફોન, પોલીસની ચકાસણી
Taj Skyline Hotel bomb threat : ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિમાં, સિંધુભવન રોડ પર સ્થિત તાજ સ્કાયલાઇન હોટલને શુક્રવારે મોડી રાત્રે પાકિસ્તાનના એક નંબરથી બોમ્બથી ઉડાવી આપવાની ધમકી મળી. રિસેપ્શન પર આવેલા હોટલના કર્મચારીએ 5 મિનિટમાં હોટલ ખાલી કરવાની ચેતવણી સંભળાવ્યા બાદ હોટલના સિક્યુરિટી ડાયરેક્ટર વિજયસિંહ શેખાવતે તરત જ પોલીસને જાણ કરી.
પાકિસ્તાનના નંબરથી મળેલી ધમકી
હોટલના સિક્યુરિટી ઓફિસર લવરાજસિંહે જણાવ્યા અનુસાર, હોટલના લેન્ડલાઇન પર પાકિસ્તાનના નંબરથી ફોન આવ્યો હતો, પાંચ મિનિટમાં હોટલ ખાલી કરી દો, નહિંતર બોમ્બથી ઉડાવી દઈશુ.” આ વાત સાંભળી વિજયસિંહ તાત્કાલિક કન્ટ્રોલ રૂમ તરફ દોડી ગયા અને પોલીસને આ મામલામાં જાણ કરી.
તાત્કાલિક કાર્યવાહી અને ચકાસણી
જ્યારે પોલીસને જાણ કરવામાં આવી, ત્યારે સરખેજ પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, ડોગ અને બોમ્બ સ્કવોડ સહિતના દળ ઘટનાસ્થળે પહોંચ્યા. સમગ્ર હોટલમાં બે કલાક સુધી ચકાસણી કરવામાં આવી, પરંતુ કઈંક શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. આ બાદ પોલીસ અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો.
પાકિસ્તાની નંબર પર ફરિયાદ નોંધાઈ
વિજયસિંહ શેખાવતે અધિકારીક રીતે સરખેજ પોલીસ સ્ટેશનમાં પાકિસ્તાની નંબરથી ફોન કરનાર વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસ તપાસ ચાલુ રાખી રહી છે.
આ ઘટનાની તાત્કાલિક પોલીસ કાર્યવાહી અને ચકાસણીથી હોટલના પ્રશાસકોએ રાહતનો શ્વાસ લીધો…