Teacher transfer process: મુખ્ય શિક્ષકો માટે ખુશખબર! 16 એપ્રિલે જિલ્લા ફેર બદલી કેમ્પ યોજાશે, 4 એપ્રિલે અગ્રતા યાદી જાહેર થશે
Teacher transfer process : રાજ્યના પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકો માટે એક સારા સમાચાર આવ્યા છે. રાજય સરકારએ 16 એપ્રિલે જિલ્લા ફેર બદલી કેમ્પ યોજવાની જાહેરાત કરી છે. આ નિર્ણય લાંબા સમયથી બદલીની રાહ જોઈ રહેલા શિક્ષકો માટે રાહતભર્યો છે. અગાઉ કોઈ કારણસર શિક્ષણ વિભાગે આ પ્રક્રિયા મુલતવી રાખી હતી, પણ હવે નવી તારીખ જાહેર કરી છે.
જિલ્લા ફેર બદલી કેમ્પ માટે મહત્વપૂર્ણ માહિતી:
04 એપ્રિલ: મુખ્ય શિક્ષકોની અરજીઓનું નિરીક્ષણ થશે અને અગ્રતા-શ્રેયાનતા યાદી જાહેર કરવામાં આવશે.
16 એપ્રિલ: જિલ્લા ફેર બદલી કેમ્પ યોજાશે, જેમાં શિક્ષકો શાળાની પસંદગી કરશે.
કેમ્પ બાદ: શાળાની ફાળવણીના હુકમો જાહેર કરવામાં આવશે.
કેમ્પમાં કોને પ્રાથમિકતા મળશે?
શિક્ષણ વિભાગે બદલી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે ખાસ નિયમો ઘડ્યા છે, જેમાં નીચેના શિક્ષકોને પ્રાથમિકતા આપવામાં આવશે:
વિધવા અથવા વિધુર શિક્ષક
દિવ્યાંગ શિક્ષક
પતિ-પત્ની શિક્ષક હોય અથવા એક સરકારી નોકરીમાં હોય
સિનિયોરિટી આધારે અધિકારપ્રાપ્ત શિક્ષક
શિક્ષકો માટે રાહત અને પારદર્શક પદ્ધતિ
શિક્ષણ વિભાગે ઓફલાઇન પદ્ધતિ દ્વારા બદલી પ્રક્રિયાને વધુ પારદર્શક અને ન્યાયસંગત બનાવવાનો પ્રયાસ કર્યો છે. મુખ્ય શિક્ષકોને માત્ર શ્રેયાનતા યાદી મુજબ શાળાની ફાળવણી કરવામાં આવશે, જેથી ગેરરીતિઓ અટકાવી શકાય.
લાંબા સમયથી પોતાના ગૃહ જિલ્લાની નજીક બદલીની રાહ જોઈ રહેલા શિક્ષકો માટે આ નિર્ણય આનંદદાયક છે. હવે 16 એપ્રિલે યોજાનાર કેમ્પ દ્વારા તેઓ તેમની પસંદગીની શાળા મેળવી શકશે.