ગુજરા રાજ્યમાં જીવલેણ વાયરસનો કહેર વધ્યો છે. ઉલ્લેખનીય છે કે વાયરસનો ભરડો રાજ્યના આ શહેરમાં વધ્યો છે. ત્યારે ગુજરાતના રાજકોટમાં કોરોનાનું ભયાનક સ્વરૂપ સામે આવ્યુ છે. રાજકોટમાં વધુ કોરોનાના 39 દર્દીઓના મોત થયા છે. નોંધપાત્ર છે કે રાજકોટ શહેરમાં 31 દર્દી, ગ્રામ્યમાં 3 જ્યારે અન્ય જિલ્લાના 5 દર્દીઓના કરૂણ મોત નિપજ્યા છે. જોકે, કોરોનાના મૃત્યુ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે. અત્યાર સુધીમાં એક દિવસમાં સૌથી વધુ મોત થયું હોવાનું પણ સામે આવ્યુ છે.
કોરોનાના મૃત્યુ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે
કોરોનાની ગંભીર સ્થિતિ રાજકોટ સહિત સોૈરાષ્ટ્રમાં ઉભી થઈ છે ત્યારે રાજકોટની કોવિડ હોસ્પિટલમાં પ૦૦ જેટલા દર્દીઓ સારવાર લઈ રહયા છે. સોૈરાષ્ટ્રભરમાંથી દર્દીઓ રાજકોટ આવી રહયા છે ત્યારે રાજકોટ સિવિલનું ભારણ ઘટાડવા માટે રાજકોટ જિલ્લા પંચાયતનાં આરોગ્ય તંત્રએ ધોરાજીમાં ૮૦ સહિત ત્રણ તાલુકા મથકોમાં ઓકિસજન સાથેની વધુ ૧૬૦ બેડની સુવિધા ઉભી કરવા યુધ્ધનાં ધોરણે કામગીરી હાથ ધરી છે. ધોરાજી અને ગોંડલમાં કોરોનાની સ્થિતિ સ્ફોટક બની રહી છે.
કોરોનાની સ્થિતિ સ્ફોટક
ત્યારે બીજી તરફ રાજકોટ શહેરમાં આવતા મુસાફરોના આજથી રેન્ડમ ટેસ્ટ થશે…એસ.ટી.,રેલવે અને એરપોર્ટ ખાતે ચેકીંગ કરવામાં આવશે…શંકાસ્પદ દર્દીઓ ના RT-PCR ટેસ્ટ કરવામાં આવશે…રેલ્વે, એસ.ટી. અને એરપોર્ટ ઓથોરિટીના કર્મચારીઓને કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.