જમ્મુ-કાશ્મીર સહિત ઉત્તર ભારતના અન્ય રાજયોમાં થયેલી ભારે હિમવર્ષાને કારણે શહેરમાં ફરીથી ઠંડીએ જોર પકડ્યુ છે. સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના ગુજરાતના અન્ય વિસ્તારોમાં ઠંડીનું મોજું ફરી વળ્યુ હતું. અમુક શહેરોમાં તાપમાન ૧૦ ડિગ્રી સેલ્સિયસથી નીચે પહોંચ્યુ હતુ. હવામાનમા અચાનક પલ્ટો અાવ્યો હતો. ઠંડા પવનથી વાતાવરણમાં ઠંડીનુ મોજુ ફરી વળ્યુ હતુ.
ઉત્તર ભારતમાં વધેલા ઠંડીના પ્રમાણને કારણે રાજયમાં પણ ઠંડી વધી છે. હવામાન વિભાગે અાવનારા બે -ત્રણ દિવસ અાવી જ ઠંડી રહેશે તેવી અાગાહી કરી છે.
ગઈ કાલે ગુજરાતમાં સૌથી નીચું તાપમાન નલિયામાં 7.2 સેલ્શિયસ ગાંધીનગર લઘુત્તમ તાપમાન 9.2 સેલ્શિયસ રહ્યુ હતુ.