ગુજરાતના મહાન શાયર જલન માતરીનું રાયખંડ ખાતેના તેમના નિવાસ સ્થાને અવસાન થયેલ છે. જલન માતરીના નિધનથી જાણે ગઝલની દુનિયામાં ગુંજતી એક ગૂંજ કાયમ માટે સુની પડી ગઇ છે. જલન માતરી જેનું જીવન જ જાણે ગઝલોને અર્પિત હતું. જલન માતરીનું નામ અલવી જલાલુદીન સઆઉદીન છે. તેમનો જન્મ ૧ સપ્ટેમ્બર ૧૯૩૪ ના રોજ ખેડા જિલ્લાના માતર ગામે થયો હતો. તેઓએ પોતાનો મેટ્રિક સુધીનો અભ્યાસ વર્ષ ૧૯૫૩પૂર્ણ કર્યો હતો. જે બાદ તેઓએ વ્યવસાય તરીકે એસટીમાં નોકરી કરી હતી. જલન માતરી શુકન, સુખવતર, તપીશ જેવા પ્રસિદ્ઘ ગઝલ સંગ્રહો ઉર્મિનું શિલ્પ. ઉદ્યડી આંખ બપોરે રણમાં સહિતના સંગ્રહોના રચનાકાર હતા. આ કવિ વલી ગઝલ એવોર્ડ ૨૦૦૭ ઉદ્યડી આંખ બપોરે રણમાં આત્મકથાને સાહિત્ય એકાદમી દ્વારા પ્રથમ પારિતોષક વર્ષ ૨૦૦૫ આપવામાં આવ્યો હતો. વડોદરા સાહિત્ય સભા દ્વારા શ્રેષ્ઠ ગઝલ સંગ્રહ એવોર્ડથી પણ તેમને સન્માનિત કરાયા હતા. ૧૯૫૭ ગુજરાત ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન સેવામાં જોડાઇને ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટના હોદા પરથી સન ૧૯૯૨ નિવૃત થયા હતા.નિવૃત બાદ તેઓએ તેમનું બાકીનું જીવન જાણે સાહિત્યની સેવાને જ અર્પણ કર્યુ હતું. તેમ તેઓ સાહિત્ય સેવામાં જ મગ્ન રહ્યા હતા. આધ્ય કવિ નરસિંહ મહેતા સાહિત્યનિધી જૂનાગઢ દ્વાર વિદ્યમાન ગુજરાતી કવિને તેમના સમગ્ર કવિતા સર્જનને લક્ષમાં લઇને પ્રતિ વર્ષ અપાતા ગુજરાતી કવિતાના સૌથી વધુ ગૌરવપ્રદ નરસિંહ મહેતા એવોર્ડ ૨૦૧૬ પણ જાણે જલન માતરીના નામે નોંધાયો હતો. અને કવિ જલન માતરીનું મોરારી બાપૂના હસ્તે આ એવોર્ડથી સન્માન કરાયુ હતું.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.