અમદાવાદ/ગુજરાત : છેલ્લા 15 દિવસથી આમ આદમી પાર્ટીનું ફ્રી વીજળી આંદોલન ચાલી રહ્યું છે જેના દ્વારા આમ આદમી પાર્ટી ગુજરાતની જનતાને જાગૃત કરવામાં સફળ રહી છે. ભ્રષ્ટ ભાજપ સરકાર અને ખાનગી વીજ કંપનીઓની મીલીભગત નો પર્દાફાશ કરવામાં આમ આદમી પાર્ટી સફળ રહી છે. આમ આદમી પાર્ટીએ ભાજપ સરકાર અને વીજ કંપનીઓની પોલ ખોલી દીધી છે.
ફ્રી વીજળી જે ગુજરાતની જનતાનો અધિકાર છે. તે અધિકાર અપાવવા આમ આદમી પાર્ટી આંદોલનનું સ્વરૂપ ધારણ કરીને રસ્તા પર ઉતરી છે. આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ એ સુરતના ઓલપાડ, વરાછા અને કરંજ, અમદાવાદના નારણપુરા, ચાંદલોડિયા અને નવા વાડજ, રાણીપ તથા ભાવનગર, ગાંધીનગર, જૂનાગઢ, જામનગર, વડોદરા, ભરૂચ અને રાજકોટ સાથે ગુજરાતના અન્ય શહેરોમાં પદયાત્રા, મશાલ યાત્રા, સાયકલ યાત્રા અને ટોર્ચ યાત્રાનું આયોજન કર્યું હતું. જેમાં આમ આદમી પાર્ટી મોટા પ્રમાણમાં લોકો સુધી પહોંચવામાં સફળ રહી છે. ગુજરાતના દરેક જિલ્લામાંથી આમ આદમી પાર્ટીને અભૂતપૂર્વ પ્રેમ અને સમર્થન મળ્યું છે. આમ આદમી પાર્ટી ગુજરાતની દરેક સમસ્યાને મૂળથી ખતમ કરી દેવામાં તેનાથી બનતા દરેક પ્રયાસ કરવા ઉત્સાહભેર આગળ રહેશે.
છેલ્લા 15 દિવસથી ચાલી રહેલુ ફ્રી વીજળી આંદોલન ગુજરાતની જનતાને જાગૃત કરવામાં સફળ રહ્યું છે: ઇસુદાન ગઢવી
ફ્રી વીજળીથી મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને સૌથી વધુ ફાયદો થશેઃ ઇસુદાન ગઢવી
ગુજરાતમાં માત્ર આમ આદમી પાર્ટી જ જનતાના પ્રશ્નો ઉઠાવે છેઃ ઇસુદાન ગઢવી
આમ આદમી પાર્ટી ગુજરાતમાં લોકોના પ્રશ્નોને સતત ઉઠાવતી રહી છે અને આગળ પણ ઉઠાવતી રહેશે. આજે ફ્રી વીજળી આંદોલન દ્વારા આમ આદમી પાર્ટીએ લોકોની એક મહત્વની સમસ્યા માટે અવાજ ઉઠાવ્યો છે. આ કારણસર આમ આદમી પાર્ટીને ગુજરાતની જનતા તરફથી અભૂતપૂર્વ સમર્થન મળી રહ્યું છે. અગાઉ પણ આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં વધુ સારા શિક્ષણ માટે શિક્ષણનો મુદ્દો ઉઠાવ્યો હતો. સમગ્ર ગુજરાતને કહેવામાં આવ્યું હતું કે, દિલ્હી જેવી સારી સરકારી શાળા ગુજરાતમાં પણ બની શકે છે, પરંતુ ભાજપ સરકારનો ઈરાદો ખરાબ છે, જેના કારણે ગુજરાતમાં શાળા અને સમગ્ર શિક્ષણ વ્યવસ્થાની હાલત ખરાબ છે.
આ પછી આમ આદમી પાર્ટીએ ફ્રી વીજળીનો મુદ્દો ઉઠાવ્યો અને આ ફ્રી વીજળી આંદોલનની સાથે નવા કાર્યકરો બનાવવાનું અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું. જેના અંતર્ગત આમ આદમી પાર્ટીએ હજારો નવા સક્રિય કાર્યકરો બનાવ્યા. જેના કારણે ગુજરાતમાં આમ આદમી પાર્ટી વધુ મજબૂત બની રહી છે અને તેના કારણે ભાજપ અને કોંગ્રેસમાં ડર જોવા મળી રહ્યો છે.
દિલ્હીની જેમ, આમ આદમી પાર્ટી ગુજરાતમાં લોકોને મફત વીજળી આપવા માંગે છે કારણ કે મફત વીજળીથી ગરીબ અને મધ્યમ વર્ગને ઘણા અંશે ફાયદો થશે, જેનાથી મોંઘવારીના સમયમાં ગરીબ અને મધ્યમ વર્ગને થોડી રાહત મળશે. આથી આજે ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીના દરેક આંદોલનમાં જોડાઈ રહી છે અને જનતા પણ ઈચ્છે છે કે આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવે જેથી ગુજરાતમાં 27 વર્ષથી ચાલતા ભ્રષ્ટાચારી શાસનનો અંત આવે અને લોકો માટે વધુ સારી સરકાર સત્તામાં આવે.