રાજ્યમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે રખડતા ઢોરોના અડફેટે આવતા અનેક નિર્દોષોને જીવ ગુમાવાનો વારો આવે છે. હાલ દિવસને દિવસે વિકરાળ બનતી સમસ્યા ડામવા રાજ્યસરકાર પણ નિષ્ફળ નિવડી છે. વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન રખડતા ઢોર નિયંત્રણ કાયદો લાવવામાં આવ્યુ હતુ પરંતુ બીજી દિવસે માલધારી સમાજના રોષના પગલે રાજ્યસરકાર ઘૂંટણિયે પડી હતી થોડાક દિવસ આગાઉ કડીમાં તરિંગા યાત્રા દરમિયાન રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલને ઢોરે અડેફેટ લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી હોવા છતાંય સરકાર મામલે નિષ્કાળજી દાખવી રહી છે.
ગત કેબિનેટની મળેલી બેઠકમાં ઢોરાવાડ પાંજરાપોળ ઉભો કરવા સહિતના નિર્ણય લેવાયા હતા તમામ મહાનગરોના કમિશનરને કડક કાર્યવાહી કરાવાવ નિર્દેશો પણ કર્યા હતા છતાયં મહાનગરોથી ગામડાઓ સુધી ઢોરના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે જેને લઇ હાઇકોર્ટે હવે આકરૂ વલણ આખિત્યાર કર્યુ છે હાઇકોર્ટે રાજ્યસરકારને ટકોર કરતા કહ્યુ કે રખડતા ઢોર મુદ્દે યુદ્રના ધોરણે કામગીરી કરવામાં આવે સરકાર 4 વાગ્ય સુધી કોઇ કડક નિર્ણય લે નહીંતર કોર્ટના હુકમ કરવા પડશે જો સરકાર સક્ષમ ન હોય તો હાઇકોર્ટ હસ્તક્ષેપ કરશે હવે રખડતા ઢોરના કારણે કોઇનો જીવ પણ ન જવું જોઇએ તેવી પણ સખત સૂચનો કર્યા છે આ આગાઉ પણ હાઇકોર્ટ નિર્દેશ જારી કર્યા હતા.
પરંતુ તંત્રના અધિકારીઓની બેદરકારી અને ઇચ્છાશક્તિના અભાવે કોર્ટનું નિયમો પણ ઘો ળીને પી ગયા હતા જણાવી દઇએ કે અવાર-નવાર ઢોરના અડફેટે આવી જતા અનેક લોકોને મોતને ભેટવાનો વારો આવતો હોય છે અથવા તો ગંભીર ઇજાઓ પણ થતી હોય છે.