કેટલાક દિવસોથી સતત જમ્મૂ-કશ્મીર અને હિમાચલ પ્રદેશ સહિતના પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાના કારણે ગુજરાત ઠંડુગાર થયું છે.મેદાની પ્રદેશોમાં ઠંડા પવનોનું જોર વધ્યું છે જેના કારણે ગુજરાતમાં ઠંડીનો પારો ગગડયો છે. રાત્રી પડતા જ વાતાવરણ ઠંડુગાર બની જાય છે. વહેલી સવારે ઠંડા પવનના સુસવાટા શરૂ થઈ જતા ઠંડી જોર પકડે છે તો બપોરે સખત તાપના કારણે ગરમી અનુભવાય છે અામ ડબલ સિઝનના કારણે તબિયત પર માઠી અસર થાય છે. રોગચાળો વકરે છે.
અા સાથે સાથે અમદાવાદ અને નલિયામાં લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી નોંધાયું છે.તો ડીસામાં 10 ડિગ્રી તો અમરેલીમાં 14 જ્યારે ગાંધીનગરમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે અાપેલી માહિતી અનુસાર અાવનારા દિવસોમાં હજુ થોડો સમય ઠંડી અનુભવાશે.
પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાના કારણે આ પહેલા પણ રાજ્યમાં કોલ્ડવેવ અને ખુબજ ઠંડીનું પ્રમાણ વધતા કેટલાય દિવસો સુધી જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતુ ત્યારે છેલ્લા કેટલાક દિવસથી ઠંડીએ જોર પકડતાં ફરીવાર ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. અાવનારા દિવસોમાં હજુ થોડો સમય ઠંડીનુ પ્રમાણ રહેશે.