રાજ્યમાં ચૂંટણીના ટાણે વિવિધ સંગઠનોએ સરકાર સામે મોરચો માંડ્યો છે સરકારી કર્મચારીઓ, ખેડૂતો, આશાવર્કરો, મજૂરસંઘો, એલ આર ડી , સચિવાલયના કર્મીઓ તમામે તમામ સરકાર સામે પોતાની વિવિધ માગણીઓને લઇ સરકાર સામે મેદાને પડ્યા છે. હાલ રાજ્યનું પાટનગર ગાંધીનગર આંદોલનની ભૂમિમાં ફેરવાયું છે ગુજરાતના જુદા -જુદા જિલ્લાઓમાંથી આંદોલનકારીઓ ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા છે વિધાનસભાને ઘેરાવ કરે તેવી પણ શક્યતા સેવાઇ રહી છે
વડોદરા ખાતે પોલીસ મહાનિર્દેશકના સુચનો મુજબ પોલીસ અધિકારીઓ દ્રારા તમામ પોલીસના કર્મચારીઓને સુચનો કરતા જણાવ્યુ કે 19 તારીખ સોમવારના રોજ દુમાડ ટોલનાકા ખાતે બંદોબસ્ત રાખવાના રહેશે જેમાં ગાંધીનગર ખાતે જતા આદોલનકારી કર્મચારી અટકાવવા માટે પોલીસ કાફલો તહેનાત રાખવામાં આવશે અને તેમજ વાહનો લઇને ગાંધીનગર જતા આંદોલનકારીઓ વાહનો પણ ડિટેઇન કરવા અને વડોદરા તાલુકાના સબઇન્સપેક્ટરને ડીટેઇન કરેલા વાહનોની અટકાયત કરી યોગ્ય સ્થળે મોકલવાના પણ સૂચનો કર્યા છે. તેમજ વડોદરામાં ચેકપોસ્ટ પણ ઉભી કરવામાં આવી છે અને પોલીસના કાફલ તહેનાત રહેવા જરૂરી સૂચના આપ્યા છે