રાજકોટ રેલ્વે ડિવિઝન દ્વારા એપ્રિલ મહિના દરમિયાન ટિકિટ વિના મુસાફરી કરતા લોકો નિયમોની વિરુદ્ધમાં ન જાય તે માટે સઘન ટિકિટ ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. રાજકોટ ડિવિઝન દ્વારા એપ્રિલ 2022 દરમિયાન 25,973 મુસાફરો પાસેથી ટિકિટ વિના મુસાફરી કરવા બદલ, અનિયમિત મુસાફરી કરવા બદલ રૂ. 1.99 કરોડ દંડ તરીકે વસૂલ કરવામાં આવ્યા છે. એક મહિનામાં ટિકિટ ચેકિંગનો આ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે.
અગાઉ માર્ચ 2022માં રાજકોટ ડિવિઝન દ્વારા 22,464 મુસાફરો પાસેથી રૂ. 1.61 કરોડની વસૂલાત કરવામાં આવી હતી. રાજકોટ રેલ્વે ડીવીઝન દ્વારા ટીકીટ ચેકીંગ સ્ટાફ દ્વારા સઘન ટીકીટ ચેકીંગ ઝુંબેશ ચલાવીને આ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.
વધુ સામાન વહન કરતા નવ મુસાફરોને દંડ ફટકારવામાં આવ્યો હતો..
અનિયમિત ટિકિટ ધરાવતા 25,973 મુસાફરો પાસેથી કુલ રૂ. 1,99,49,720 વસૂલ કરવામાં આવ્યા હતા, જેમાંથી ટિકિટ વિના મુસાફરી કરતા 25,948 મુસાફરો પાસેથી રૂ. 1,99,41,520 અને વધુ સામાન સાથે મુસાફરી કરતા 3 મુસાફરો પાસેથી રૂ. 1,350 વસૂલવામાં આવ્યા હતા. જ્યારે ઉચ્ચ વર્ગમાં મુસાફરી કરતા 13 મુસાફરો પાસેથી રૂ. 6,350 અને રૂ. 500થી વધુ મુસાફરી કરતા 9 મુસાફરો પાસેથી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.