રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યા માથાના દુખાવા સમાન બની છે દિવસેને-દિવેસ રેઢિયાળ ઢોરના કારણે અનેક નિર્દોષ લોકોને જીવ ગુમાવાનો કા તો ગંભીર ઇજાગ્રસ્ત થવાનો વારો આવી રહ્યો છે, ઠેર-ઠેર રાજ્યમાં રખડતા ઢોર જાહેર રસ્તા પર અંડિગો જમાવી લેતા યમરાજ જાણે કે પાળ બાંધી બેઠા હોય તેવી રીતે ભયના ઓથર હેઠળ લોકો રસ્તા પરથી પસાર થઇ રહ્યા છે તાજેતરમાં તિરંગા રેલી દરમિયાન પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ ઢોરને અડફેટે આવતા પગના ભાગે ગંભીર પહોંચી ત્યાર બાદ સરકાર હરકતમાં આવી હતી અને રખડતા ઢોરની સમસ્યા નિવારવા મુખ્યમંત્રી દ્રારા મહત્વપૂર્ણ આદેશ છોડવામાં આવ્યા હતા હોવા છતાય પણ સત્તાધીશો તેમજ અધિકારીઓની ઇચ્છાશક્તિના આભાવે માત્ર આદેશ કાગળ પુરતુ હોય તેવું દેખાઇ રહ્યુ છે.
અમદાવાદના સરદાર નગર વિસ્તારમાં રખડતા ઢોરે એકટિવા પર જઇ રહેલી યુવતીને અડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી જેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો જાણવા મળી રહ્યો છે કે યુવતી ભાજપના પૂર્વ કાઉન્સિલરની દીકરી છે. રખડતા ઢોરને લઇ ગૌપાલકની કેટલીક વખત બેદરકારી સામે આવતી હોય છે જેમાં ઢોરોને બિનવારસી હાલતમાં છોડી દેતા અનેક લોકો માટે યમરાજ સમાન બની રહ્યા છે વડોદરામાં પણ રખડતા ઢોરના કારણે વાહનચાલકનું મોત નિપજ્યુ છે, જેને લઇ પરિવારએ અધારસ્તંભ ગુમાવ્યો છે 48 વર્ષીય જીગ્રેશ રાજપુત નામના વ્યકિતનો મોત નિપજ્યો છે.