ગુજરાતમાં 7 વિધાનસભા બેઠકો પરની પેટાચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. આ માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત પણ કરવામાં આવી છે. રવિવારે મોડી રાત્રે જાહેર કરવામાં આવેલી યાદીમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયેલા અલ્પેશ ઠાકોર અને ધવલ સિંહ ઝાલાનું નામ સામેલ કરવામાં આવ્યું છે.
અલ્પેશ ઠાકોરને રાધનપુર બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે, જ્યારે ધવલસિંહ ઝાલાને બાયડ બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, આ બન્ને નેતાઓએ આજ બેઠકો પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે 2017માં વિધાનસભાની ચૂંટણી જીતી હતી.
આ બન્ને બેઠકો સાથે ભાજપે થરાદથી જીવરાજભાઈ પટેલ, ખેરાલુથી અજમલ ઠાકોર, અમરાઈવાડીથી જગદિશ પટેલ અને લૂણાવાડાથી જિગ્નેશ સેવકને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ તમામ ઉમેદવારો આજે ઉમેદવારી ફોર્મ ભરવાના છે.