આજે મોડી સાંજ સુધીમાં ભાજપ હાઈકમાન્ડ ગુજરાતમાં બાકી 3 બેઠકો પરના ઉમેદવારની જાહેરાત થશે. ગુજરાતની 26 બેઠકોમાંથી ભાજપ 23 બેઠકો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી ચુકી છે. જોકે અમદાવાદ પૂર્વ, સુરત અને મહેસાણા બેઠકો પર ઉમેદવારોની જાહેરાત બાકી છે. અને આજે આ ત્રણેય બેઠકો પર ભાજપ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી શકે છે.
ખાસ કરીને મહેસાણામાં ભાજપમાંથી ડૉકટર અનિલ પટેલ, ખોડિયાર ગ્રુપના કાંતિભાઈ પટેલ અને જયશ્રીબેન પટેલના નામ ચર્ચામાં છે. જેમાંથી કોની પસંદગી થાય છે. તેના પર સૌની નજર છે. તો આ ત્રણેય બેઠક પર ભાજપ કોને રિપિટ કરે છે. તે પણ જોવું રહ્યું