અમદાવાદ/ગુજરાત : આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ એક વિડિયો દ્વારા અત્યંત ગંભીર મુદ્દા પર વાત કરતાં જણાવ્યું કે, આજે આવેલા વરસાદે ભ્રષ્ટ ભાજપ શાસિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ ખોલી દીઘી છે. આજે થોડા જ વરસાદમાં સમગ્ર અમદાવાદમાં પાણી ભરાઈ ગયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ 10000 કરોડથી વધુ છે. અને અમદાવાદની જનતાના કલ્યાણ માટે છેલ્લા બે મહિનાથી મ્યુનિસિપલ કોર્પોરેશન રોડ વ્યવસ્થા, ગટર વ્યવસ્થા અને પ્રિ-મોન્સુન પ્લાનિંગના નામે મીટીંગ અને તૈયારીઓ ચાલી રહી હતી. પરંતુ આજે એવું લાગે છે કે એ બેઠકોમાં ભ્રષ્ટાચારની જ ચર્ચા થતી હશે.
આજે એવી સ્થિતિ છે કે માત્ર થોડા જ વરસાદમાં સમગ્ર અમદાવાદ શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. અનેક જગ્યાએ રસ્તાઓ પર મસમોટા ખાડા પડી ગયા છે, જે અમદાવાદના લોકો માટે મોટો ખતરો છે. ઠેર-ઠેર પાણી ભરાઈ જવાના કારણે લોકોના વાહનો અનેક જગ્યાએ અટવાઈ પડ્યા છે. વિદ્યુત પુરવઠા માટે વપરાતી ડીપી પણ પાણીમાં ડૂબી ગઈ છે.
અમદાવાદના લોકો નું જનજીવન આજે ઓછા વરસાદમાં જ થંભી ગયું છે, તેના માટે ભ્રષ્ટાચારી ભાજપ જવાબદાર છે: ઇસુદાન ગઢવી
દર વર્ષે ભાજપનો પ્રિ-મોન્સૂન પ્લાન એક વરસાદમાં જ ધોવાઈ જાય છેઃ ઈસુદાન ગઢવી
પ્રિ-મોન્સુન પ્લાન ના નામે અમને ભ્રષ્ટાચારની ગંધ આવે છે, એટલે તેની નિષ્પક્ષ તપાસ થવી જોઈએઃ ઇસુદાન ગઢવી
ભ્રષ્ટાચારી ભાજપ અબજોનો વેરો વસૂલ્યા પછી પણ પ્રજાને સુવિધા આપવામાં નિષ્ફળ: ઇસુદાન ગઢવી
ભ્રષ્ટાચારી ભાજપ સત્તામાં આવી ગઈ છે પરંતુ અમદાવાદ ની જનતાની સલામતી માટે બિલકુલ જાગૃત નથી, તે ખૂબ જ ગંભીર મુદ્દો છે. કરોડો-અબજો રૂપિયાનો ટેક્સ વસૂલ્યા પછી પણ આજે ભ્રષ્ટ ભાજપની મહાનગરપાલિકા અમદાવાદ ની જનતાને સુવિધા આપવામાં નિષ્ફળ ગઈ છે.
આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચારી ભાજપ શાસિત મહાનગરપાલિકા પર આક્ષેપ લગાવે છે કે કોન્ટ્રાક્ટરો, મહાનગર પાલિકાના અધિકારીઓ અને ભાજપે ઘણો ભ્રષ્ટાચાર કર્યો છે. આજે ઓછા વરસાદમાં જ લોકો પરેશાન થઈ રહ્યા છે, આની પાછળ આ ભ્રષ્ટાચારીઓ નો હાથ છે. જેથી વહેલી તકે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને આ લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.