Toll-Free Number for Students : ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર: ટોલ ફ્રી હેલ્પલાઇનથી મળશે તાત્કાલિક મદદ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1800 233 5500 જાહેર કર્યો
આ હેલ્પલાઈનના માધ્યમથી એક્સપર્ટ કાઉન્સેલરો અને સાયકોલોજિસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળશે
ગાંધીનગર, બુધવાર
Toll-Free Number for Students : રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ 27 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ આ પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત છે અને એટલા માટે શિક્ષણ બોર્ડે મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ, શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો માટે એક ટોલ ફ્રી હેલ્પલાઈન શરૂ કરી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આ હેલ્પલાઈન સેવા ખાસ વિદ્યાર્થીઓના હિતમાં શરૂ કરવામાં આવી છે. આ હેલ્પલાઈનનો નંબર 1800 233 5500 છે, જે સવારે 11:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી કાર્યરત રહેશે.
હેલ્પલાઈન દ્વારા વિદ્યાર્થીઓને એમના પ્રશ્નો માટે એક્સપર્ટ કાઉન્સેલરો અને માનસશાસ્ત્રજ્ઞ દ્વારા માર્ગદર્શન મળશે. 27 જાન્યુઆરીથી 17 માર્ચ સુધી કાર્યરત રહેતી આ હેલ્પલાઈનનો લાભ રાજ્યના તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓ ઉઠાવી શકે છે.
વિદ્યાર્થીઓના ટેન્શન અને પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે કરવામાં આવેલ આ અભિગમ ખરેખર પ્રશંસાપાત્ર છે, જે પરીક્ષાની તૈયારીમાં સહાયરૂપ સાબિત થશે.