ગુજરાતમાં એક જ દિવસમાં બે ભૂકંપના આંચકાથી ધરા ધ્રુજી ઉઠી છે, ગઈકાલે મોડીરાત્રે સુરતમાં ભૂકંપનો આંચકો લાગ્યો અને આજે બપોરે કચ્છમાં ભૂકંપનાં આંચકો લાગ્યો હતો જેના કારણે આપ જનતામાં ભયનો માહોલ સર્જાયો હતો, કચ્છનાં દુધઈમાં રીક્ટર સ્કેલ મુજબ 3.7 ની તીવ્રતા વાળો આંચકો અનુભવાયો, અને તે પણ બપોરે 1.51 મીનીટે આવ્યો હતો, હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ભૂકંપનું કેન્દ્રબિંદુ રણ ઓફ કચ્છમાં દુધઈથી 25 કિલોમીટર દુર હતું.
હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ધરતીના પેટાળમાં મોટી હલચલ થઈ રહી છે, તેમ છતાં કોઈ પ્રકારની જાનહાની થયાના સમાચાર નથી મળી રહ્યા, કહેવામાં આવે છે કે રાજ્યમાં અગાઉ પણ ભૂકંપના આંચકા અનુભવવામાં આવ્યા છે, હાલમાં જ જાણવા મળ્યા મુજબ અમરેલી વિસ્તારમાં ઉપરાછાપરી ત્રણ વખત ભૂકંપના આંચકા આવી ચુક્યા છે, હવામાન ખાતાના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 11 દિવસમાં 8 આંચકા અનુભવાયા છે, અત્યાર સુધીમાં આવેલા ભૂકંપના આંચકા કચ્છ અને સૌરાષ્ટ્રમાં જ આવ્યા છે, દક્ષીણ ગુજરાતના સુરતમાં આ પહેલી વાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે.