Ukai Dam: ઉકાઈ ડેમ ભયજનક સપાટીથી એક ફૂટ દુર, ડેમના 6 દરવાજા 5.5 ફૂટ ખોલાયા, નીચાણવાળા વિસ્તારો માટે એલર્ટ
Ukai Dam: ધોધમાર વરસાદને પગલે ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં ફરી વધારો નોંધાયો છે. ત્યારે ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી 1,13,567 ક્યુસેક પાણીની અવાક નોંધાઈ છે. જ્યારે ડેમ માંથી 78,644 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમના 6 ગેટ 5.5 ફૂટ ખોલીને તાપી નદીમાં પાણી છોડવાની કાર્યવાહી ડેમના સત્તાધીશો દ્વારા કરવામાં આવી રહી છે.
Ukai Dam: ઉકાઈ ડેમની જળ સપાટી 344.05 ફૂટ પર પહોંચી છે. ત્યારે ઉકાઈ ડેમ તેની ભયજક સપાટીથી માત્ર એક ફૂટ દૂર છે. ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. ડેમના સત્તાધીશોનું કહેવું છે કે, ડેમના ઉપરવાસમાંથી જે રીતે પાણીની આવક નોંધાશે, તે જોઈ ડેમના ગેટ ઓપરેશનની કાર્યવાહી કરવામાં આવશે, સાથે તાપી નદીના આસપાસના નીચાણ વાળા ગામોને તંત્ર દ્વારા એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે.
સુરત અને તેની આજુબાજુના વિસ્તારમાં વરસાદના કારણે મીંઢોળી નદીમાં પાંચમી વખત પૂરની સ્થિતિ સર્જાઈ છે.
નદીના પૂરના પાણી બારડોલી નગરના તલાવડી વિસ્તારમાં ફરી વળ્યા હતા. દક્ષિણ ગુજરાત અને ઉપરવાસમાં વરસી રહેલા વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. ડેમની સપાટી 344 ફૂટ સુધી પહોંચી ગઈ છે, જે ભયજનક સપાટીથી ફક્ત એક ફૂટ જ ઓછી છે. પાણીની આવકમાં વધારો થતાં તાપી નદીમાંથી પણ 78 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે.
ઉકાઈ ડેમ ૩૩૧.૪૩ ફૂટે ૭૦ ટકા ભરાય અને ત્યારે તે વોર્નિંગ લેવલે પહોંચ્યો કહેવાય છે. ડેમ ૩૩૬.૩૪ ફૂટે પહોંચે એટલે ૮૦ ટકા ભરાયો અને એલર્ટ લેવલે પહોંચ્યો હોવાનું કહેવાય. જ્યારે ૩૪૦.૮૪ ફૂટે ૯૦ ટકા ડેમ ભરાય તેને હાઈ એલર્ટ લેવલ ગણવામાં આવે છે. છેવટે ૩૪૫.૦૦ ફૂટે ડેમ ૧૦૦ ટકા ભરાય અને તેને ભયજનક લેવલ ગણવામાં આવે છે.