ખાલસા થયેલી જમીન છૂટી કરવા માટે રાજહંસ દ્વારા શુ કોઈ પ્રોસીઝર કરવામાં આવી? તેનો કોણ જવાબ આપશે?
સુરતમાં પલસાણાની ખાડી ઉપર બિનધિકૃત રીતે રાજહંસ ગ્રુપ દ્વારા દબાણ કરવા અંગે નોટિસ મળવાની વાત વચ્ચે 1986માં ખાલસા થયેલી જમીનનો હેતુફેર કેવી રીતે થઈ ગયો? તે વાત ભારે ચર્ચાસ્પદ બની છે.
પલસાણાના બલેશ્વર ખાતે
રાજહંસ ગ્રુપ દ્વારા જે જગ્યા ઉપર બાંધકામ થયું છે તેમાં છેડેચોક નિયમોનો ભંગ કરવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ થયું છે કારણકે ખાડી ઉપર બાંધકામ ધબેડી દેવાયુ છે અને તે મામલે નોટીશ મળી હોવાની વાત છે.
આ જમીન ૧૯૮૬માં શરતભંગ બદલ
ખાલસા કરવામાં આવી હોવાછતાં તેના હેતુફેર મામલે કોઇ ફોડ પાડવામાં આવ્યો નથી.
રાજહંસ ઈન્ફ્રાકોમ (ઈન્ડિયા) પ્રા.લિ. કંપની દ્વારા પલસાણાના બલેશ્વર સ્થિત ઈસરોલી ગ્રામપંચાયત હદ વિસ્તારમાં આવેલી જમીનના સરવેનં. ૩૨૯, ૩૩૦, ૩૩૧ તેમજ ૩૩૨ ઉપર બાંધકામ શરૂ થયું ત્યારે બે વાત મુખ્ય પરિઘમાં રહી છે જેમાં ખાડી નું પુરાણ કરવું અને ખાલસાની જમીન ઉપર બાંધકામની પેરવી કરવી.
રાજહંસ દ્વારા કુદરતી પાણીના પ્રવાહને અવરોધવા માટે બિનઅધિકૃત રીતે પુરાણ કરીને નિયમોનો ભંગ કરવામાં આવ્યો હોવાનું જણાય છે.
ઉપરાંત આ જગ્યા ૧૯૮૬માં કલેક્ટરે
ખાલસા જાહેર કરીને સરકાર
હસ્તક લઈ લીધી હોવાની વાત છતાં તેના ઉપર પ્રોજેકટનું નિર્માણ કરવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે અને ૧૨ ડિસેમ્બર ૧૯૮૬ના રોજ
કલેક્ટરે ચારેય નંબર ખાલસા
જાહેર કરીને સરકાર હસ્તક લઈ
લીધા હતા જે ૨૦૧૭ સુધી આ
ચારેય સરવે નંબર સરકારી જમીન
તરીકે જ રેકર્ડ પર ઉપલબ્ધ હતા.
જો આ જમીન સરકારી હતી
તો તેને છૂટી કરવા માટે રાજહંસ દ્વારા શુ પ્રોસીઝર કરવામાં આવી?તેનો કોઈ ખુલાસો નહિ થતાં કોકડું ગુંચવાયું છે અને આ મામલો હવે વિવાદ પકડી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આજના ઓનલાઈન જમાનામાં સરકારી રેકર્ડ ઓન લાઈન ઉપલબ્ધ હોય છે તેવે વખતે બલેશ્વરના 329થી લઈને 332 સુધીની 7/12ની નકલ ઉપર માલિકીની જગ્યા બ્લેન્ક આવવા મુદ્દે પણ અગાઉ ભારે ચર્ચા ઉઠી હતી ત્યારે રાજહંસના આ વિવાદી પ્રોજેકટને લઈ અનેક સવાલો ઉઠ્યા છે આ મામલે ઉચ્ચ વિભાગ હવે શું પગલાં ભરે છે તેતો સમયજ કહેશે.