કોંગ્રેસનાં ઉંઝાના ધારાસભ્ય આશા પટેલ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ ભાજપમાં જોડાઈ શકે છે તેવી અટકળો પાટનગરમાં ચાલી રહી છે
કોંગ્રેસના બે ઘારાસભ્યો આશાબેનને મળવા ગયા હોવાનું અને ડેમેજ કંટ્રોલ શરૂ કરવામાં આવ્યું હોવાનું મનાય છે. હાલ આશાબેનનો મોબાઈલ બંઘ છે. કોંગ્રેસનાં આગેવાનો આશાબેન નારાજ ન હોવાનું જણાવે છે ત્યારે આશાબેનના સમર્થકો આશા પટેલ કોંગ્રેસની નેતાગીરથી નારાજ થઈ ધારાસભ્ય પદેથી જ રાજીનામું આપી દેતા ભારે ખળભળાટ વ્યાપી ગયો છે. કોંગ્રેસની ડેમેજ કન્ટ્રોલની કોશીશો નિષ્ફળ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
બીજી તરફ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જાહેરાત કરી છે કે આશા પટેલનું રાજીનામું સ્વીકારી લેવાયું છે. તેઓ મારા નિવાસસ્થાને આવ્યા હતા અને રાજીનામું સુપરત કર્યું હતું. આશા પટેલે રાજીનામું સીધું સ્પીકરને સોંપી દેતા કોંગ્રેસની નેતાગીરી સાણસામાં મૂકાઈ જવા પામી છે.