Unseasonal Rain and Storm in Gujarat : ગુજરાતમાં કમોસમી તોફાની પવન અને કરા: વૃક્ષો પડયા, મંડપ ઉડ્યા, અને વીજળીના કડાકા
Unseasonal Rain and Storm in Gujarat : હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના અનેક શહેરો અને ગામડાઓમાં કરા સાથે વરસાદ થયો છે અને તોફાની પવન ફૂંકાતા મોટાપાયે નુકસાન થયું છે.
કેટલાય વિસ્તારોમાં ધરાશાયી વૃક્ષો અને હોર્ડિંગ્સ
સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે પવનની સાથે વરસાદ વરસતા અમુક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા છે. અમદાવાદ અને ભાવનગર જેવા શહેરોમાં તો મોટા હોર્ડિંગ્સ પણ પવનમાં ઊડી ગયા. અમદાવાદના શ્યામલ વિસ્તારમાં એક વિશાળ હોર્ડિંગ્સ ધરાશાયી થતા થોડીવાર માટે દોડધામનો માહોલ છવાઈ ગયો હતો, સદનસીબે જાનહાનિ ટળી હતી.
લગ્ન પ્રસંગો વચ્ચે વાવાઝોડું, મંડપો પણ ઉડી ગયા
ભારે પવન અને કમોસમી વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં લગ્ન સમારોહોમાં પણ વિઘ્ન આવ્યું. વડોદરા, મહેસાણા, બોટાદ અને અંકલેશ્વરમાં મંડપો પવનમાં ઉડી ગયા. અંકલેશ્વરમાં તો તોફાની પવન સાથે કાળા વાદળો છવાયા અને વરસાદ શરૂ થતા લોકોમાં ઘબરાટ જોવા મળી.
ધૂળભરી હવા અને જનજીવન પર અસર
સુરતમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો. ધૂળભરી હવામાં લોકોના શ્વાસમાં તકલીફ થતાં મુશ્કેલીઓ વધી ગઈ. રસ્તાઓ પર ધૂળની ડમરી ઉડી …
આગામી દિવસોમાં વધુ વરસાદની શક્યતા
હવામાન વિભાગે આગામી 3 દિવસ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડવાની અને વીજળીની કડાકા-ભડાકા સાથે આફતની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં તાપમાન 2 થી 4 ડિગ્રી ઘટવાની પણ શક્યતા છે.
ઓરેન્જ અલર્ટ જાહેર
કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, મોરબી અને રાજકોટ જેવા જિલ્લાઓ માટે ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદ અને કરા પડવાની શક્યતા છે.