Unseasonal Rainfall Forecast : આજે અને આવતીકાલે આ જિલ્લાઓમાં થશે ઝાપટાંવાળો વરસાદ, વાંચો સંપૂર્ણ લિસ્ટ
Unseasonal Rainfall Forecast : ગુજરાતના આકાશે ફરીથી વાદળો ઘેરાવા લાગ્યાં છે અને હવામાન વિભાગે આગામી દિવસોમાં કમોસમી વરસાદની ચેતવણી આપી છે. માઇક્રો લેવલ પર હવામાનની હિલચાલ જણાતી હોય તેમ ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદ સાથે વીજળી અને જોરદાર પવન ફૂંકાવાની શક્યતા છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, રાજ્યના તાપમાનમાં આઠ દિવસ સુધી કોઈ મોટા ફેરફારની શક્યતા નથી. જોકે, આ દરમિયાન છૂટાછવાયા વિસ્તારમાં હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસી શકે છે. ખાસ કરીને પવન અને વીજળી સાથેનો વરસાદ ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
આજનો વરસાદ કયા કયા જિલ્લામાં?
18 મે 2025ના રોજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં વીજળી ચમકતી સાથે વરસાદ થવાની શકયતા છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલી જેવા વિસ્તારોમાં પણ પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
આવતીકાલે ક્યાં માવઠાની આગાહી?
19 મેના રોજ પણ રાજ્યના અનેક જિલ્લામાં માવઠાની શક્યતા છે. જેમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, આણંદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.
આજના તાપમાનની સ્થિતિ
રાજ્યના મુખ્ય શહેરોમાં તાપમાનના આંકડા નીચે મુજબ નોંધાયા છે:
ભુજ: 38°C
નલિયા: 35°C
કંડલા પોર્ટ: 39°C
કંડલા એરપોર્ટ: 41°C
અમરેલી: 39°C
ભાવનગર: 38°C
દ્વારકા: 34°C
ઓખા: 35°C
પોરબંદર: 34°C
રાજકોટ: 39°C
હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું છે કે આગામી દિવસોમાં ઝાપટાંવાળા પવન, વીજળીના કડાકા અને કમોસમી વરસાદ થવાની સંભાવના હજી યથાવત છે, જેથી ખેડૂતો અને નગરજનોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.