જરોજ ઉપલેટા નગર સેવાસદન ખાતે મળેલ સામાન્ય સભામાં વર્ષ 2018-2019 ના વર્ષના ખર્ચનું વાર્ષિક રૂ. 37,00,00,000/-(સાડત્રીસ કરોડ) નું ફૂલગુલાબી બજેટ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યુ હતું. કારણકે ગત બે ટર્મથી ઉપલેટા નગરપાલિકા ના પ્રમુખ દ્વારા જે વિકાસના કામો થયા છે તે સૌ જાણે છે. જેને લઈને વિરોધ પક્ષો દ્વારા બજેટ પસાર કરવામાં પણ પૂરો સહકાર આપવામાં આવ્યો હતો. આ બજેટમાં સ્ટ્રીટ લાઈટ, પીવાનું પાણી, સફાઈ કામદારો, ચોકીદારો, નવા બાંધકામો, જળાશય શાખાના માલસામાન, કૈલાસ ધામ ,પાટણ રોડ પર આવેલ ભાદર નદીના પુલ પાસે ગૌશાળામાં pgvcl નું થ્રી ફેઈઝ ઈલેક્ટ્રીક કનેક્શન, રોડ-રસ્તા, ગટર, પાઈપલાઈન, ઉપલેટા શહેરને પીવાનું પાણી પૂરૂ પાડતા મોજ ડેમ તથા વેણુ-૨ ડેમ ના પંપ હાઉસ માટેની ઇલેક્ટ્રિક મોટર વગેરેના કામકાજો માટેનું બજેટ સરકારી ગ્રાન્ટમાંથી તેમજ નગરપાલિકા ના સ્વભંડોળમાંથી સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું.
