Urban Development Scheme : શહેરી વિકાસને નવો વેગ: ₹2204 કરોડના કામોને મળી મંજૂરી
Urban Development Scheme : ગુજરાત સરકાર દ્વારા શહેરી વિસ્તારોના સુવ્યવસ્થિત અને સર્વગ્રાહી વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે “અર્નિંગ વેલ, લિવિંગ વેલ”ના વિઝન સાથે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત કુલ ₹2204.85 કરોડના વિકાસ કાર્યને સિદ્ધાંત મંજૂરી આપી છે.
2025 ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનું આયોજન
રાજ્યના શહેરો અને નગરોમાં આધુનિક અને સસ્ટેઈનેબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા મુખ્યમંત્રીએ આર્થિક ફાળવણી પર ભાર મૂકી છે. 2024-25ના બજેટમાં ગયા વર્ષની સરખામણીમાં 40%નો વધારો કરતા ₹30,325 કરોડના ફંડની ફાળવણી કરવામાં આવી છે.
વિવિધ મ્યુનિસિપલ માટે વિશાળ સહાય
આ મંજૂરીના પરિણામે સુરત, વડોદરા, ભાવનગર, જામનગર, ગાંધીનગર, મહેસાણા જેવી મહાનગરપાલિકાઓ તથા પોરબંદર, આણંદ જેવી નવી મહાનગરપાલિકાઓમાં વિશિષ્ટ વિકાસ કાર્યો હાથ ધરાશે. તેમાં રસ્તાઓના પુનર્નિર્માણ, CARPET અને RCC રોડ, અન્ડરપાસ, ડ્રેનેજ સિસ્ટમ, ગાર્ડન, લાઈબ્રેરી, ગટર લાઈનો અને અન્ય સિટી બ્યુટિફિકેશનના પ્રોજેક્ટોનો સમાવેશ થાય છે.
મહાનગરપાલિકાઓ અને શહેરી વિકાસ ઓથોરિટીઓને મળેલી ફાળવણી:
સુરત મહાનગરપાલિકા: ₹464.92 કરોડ – 857 જેટલા માર્ગોનું CARPET-REECARPET કામ
ભાવનગર મહાનગરપાલિકા: ₹451 કરોડ
જામનગર મહાનગરપાલિકા: ₹317 કરોડ
ગાંધીનગર મહાનગરપાલિકા: ₹171 કરોડ
મહેસાણા મહાનગરપાલિકા: ₹256 કરોડ
પોરબંદર: ₹200.35 કરોડ
આણંદ: ₹4 કરોડ
શહેરી સડક યોજના હેઠળ વિશેષ કામગીરી
મુખ્યમંત્રીએ ₹597.73 કરોડના શહેરી માર્ગોના કામોને મંજૂરી આપી છે, જેમાં નવા માર્ગો ઉપરાંત CARPET, RE-CARPET, ઉપલા રસ્તાઓને પહોળા કરવાના અને ડામર રોડના કામો સામેલ છે.
અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીઓ માટે ફાળવણી:
સુરત: ₹11.62 કરોડ
ભાવનગર: ₹1.40 કરોડ
રાજકોટ: ₹7.17 કરોડ
નગરપાલિકાઓ માટે અન્ય મહત્વની ફાળવણી:
આણંદ મહાનગરપાલિકા: ₹3.37 કરોડ
ગાંધીનગર મહાનગરપાલિકા: ₹0.83 કરોડ
પાલનપુર નગરપાલિકા: ₹0.24 કરોડ
અંકલેશ્વર નગરપાલિકા: ₹7.91 કરોડ (સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સિનિયર સિટિઝન ગાર્ડન માટે)
ખાનગી ભાગીદારી મોડેલ માટે પગલાં
વડોદરા અને કડી જેવા શહેરોમાં ખાનગી સોસાયટીઓના સહયોગથી જન-ભાગીદારી આધારિત પેવર બ્લોક અને ગટર જોડાણ જેવા કામો માટે પણ સહાય ફાળવવામાં આવી છે.
વિકાસ સાથે નાગરિકોનું સશક્તીકરણ
મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ વિકાસમૂલક પગલાંઓનો મુખ્ય હેતુ વર્લ્ડ ક્લાસ અને નાગરિક કેન્દ્રીત શહેરોની રચના છે. આ પગલાંઓ વડે નાગરિકો માટે વધુ સુવિધાયુક્ત, આરામદાયક અને આધુનિક જીવનશૈલી શક્ય બની રહેશે.