કોંગ્રેસના વડગામના ધારાસભ્ય અને દલિત નેતા જીગ્નેશ મેવાણીની બુધવારે રાત્રે 11:30 વાગ્યે પાલનપુર સર્કિટ હાઉસમાંથી આસામ પોલીસે ધરપકડ કરી હતી. આ માહિતી મેવાણીની ટીમ સાથે જોડાયેલા એક કાર્યકર દ્વારા આપવામાં આવી. “પોલીસે હજુ સુધી એફઆઈઆરની કોપી અમારી સાથે શેર કરી નથી. પ્રથમ દ્રષ્ટીએ અમને આસામમાં તેમની સામે નોંધાયેલા કેટલાક કેસો વિશે જાણ કરવામાં આવી છે,” તેમણે કહ્યું.
મળતી માહિતી અનુસાર, મેવાણીને રોડ માર્ગે અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને ડોમેસ્ટિક એરપોર્ટથી ફ્લાઇટ દ્વારા આસામના ગુવાહાટી લઈ જવાયા.
આસામ પોલીસે વડગામના MLA જિજ્ઞેશ મેવાણીની પાલનપુર સર્કિટ હાઉસમાંથી ધરપકડ કરી, અડધી રાત્રે એરપોર્ટ મારફતે આસામ લઈ ગયા છે. મધરાતે 3.30 વાગ્યે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અમદાવાદ એરપોર્ટ ખાતે મુલાકાત કરી. લડાયક યુવાનો ભાજપની સરકાર સામે પ્રજાનો અવાજ મજબૂતાઈ થી ઉઠાવે છે ત્યારે ભાજપ નતાશાહી સરકાર ડરાવી રહી છે. પરંતુ અમે ડરીશું નહિ લડીશું.મધરાતે 3.30 વાગ્યે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ઈમરાન ખેડાવાળા, ડો.સી જે ચાવડા, કોંગ્રેસ નેતા બિમલ શાહ, શહેર પ્રમુખ નીરવ બક્ષી એ અને આગેવાનો અમદાવાદ એરપોર્ટ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.