ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે કોરોના વાવાઝોડાની ઝડપે ફેલાવવા નું શરૂ કર્યું છે ત્યારે અમદાવાદ,વડોદરા,રાજકોટ,સુરત સહિતના રાજ્યોમાં કોરોના બેકાબુ બન્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રમોદી દ્વારા પણ ‘દો ગજ ની દુરી’ રાખવાનું કહી કહી ને થાકી ગયા છે પરંતુ ભાજપના નેતાઓ ને કોઈજ પ્રકારની જવાબદારી ન હોય તેવી રીતે કાર્યક્રમો અને ટોળા ભેગા કરી રહ્યા છે.
એક તરફ અમદાવાદ સહિત અનેક રાજ્યોમાં જાહેરમાં કેક કાપવાનો સિલસિલો ચાલુ થયો છે ત્યારે ભાજપના ડભોઇ ના ધારાસભ્ય અને વાઘોડિયા ના કોર્પોરેટર શૈલેષ મહેતા (સોટ્ટા) દ્વારા પોતાના નિવાસસ્થાને પોતાના જન્મદિવસ નિમિતે લોકટોળા ભેગા કરી ને કેક કાપી હતી અને સોશિયલ ડિસ્ટનસિંગ ના લીરેલીરા ઉડાડયા હતા ત્યારે આમ જનતા નો દંડ ઉઘરાવતી પોલીસ અને કોર્પોરેશન ક્યાં ગયું તે એક સવાલ ઉભો થવા પામ્યો છે.
એક તરફ અમદાવાદ સહિતના રાજ્યોમાં જાહેરમાં કેક કાપનાર કે ટોળા ભેગા કરી કેક કાપનાર ઉપર પોલીસ કાયદેસર ની કાર્યવાહી કરતી જોવા મળે છે તો હવે જોવાનું એ રહ્યું કે આ ધારાસભ્ય ઉપર પોલીસ કાર્યવાહી કરશે કે ફક્ત ને ફક્ત મુક પ્રેક્ષક જ બની રહેશે તે ચર્ચા નો વિષય બન્યો છે.