Vadodara School Bomb Threat : સતત બીજા દિવસે બોમ્બ ધમકી: સ્કૂલમાં તંત્ર ચોંકી ઉઠ્યું
Vadodara School Bomb Threat: વડોદરાની રિફાઇનરી CBSE સ્કૂલમાં સતત બીજા દિવસે બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યો ઇમેલ મળતા તંત્ર હરકતમાં આવી ગયું. ગઈકાલે નવરચના સ્કૂલમાં આવી જ ધમકી મળ્યાની ઘટનાના 24 કલાકમાં ફરી એ જ નામથી ઈમેલ મળતાં તણાવ પેદા થયો છે.
પોલીસ-બોમ્બ સ્ક્વોડ તુરંત ઘટનાસ્થળે પહોંચ્યું
જવાહરનગર પોલીસ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને CISFના જવાનો તુરંત સ્કૂલમાં પહોંચ્યા હતા. આખું કેમ્પસ ખાલી કરાવાયું અને વિદ્યાર્થીઓ તથા સ્ટાફને સુરક્ષિત જગ્યાએ ખસેડાયા.
વિદ્યાર્થીઓ સલામત: વાલીઓ ચિંતામાં મુકાયા
ધમકી મળતાં જ વિદ્યાર્થીઓને તાત્કાલિક શાળાની બહાર લાવવામાં આવ્યા અને વાલીઓને જાણ કરવામાં આવી. સ્કૂલ સ્ટાફ રીના વર્માના કહેવા મુજબ તમામ બાળકો સુરક્ષિત રીતે ઘરે પહોંચાડી દેવામાં આવ્યા.
અગાઉ પણ આવી ચૂકી છે ધમકીઓ
ગઈકાલે નવરચના સ્કૂલમાં પણ બોમ્બ ધમકીનો ઇમેલ મળ્યો હતો. જાન્યુઆરીમાં પણ આ જ સ્કૂલમાં ડાર્ક વેબ પરથી આવી જ ધમકી આપી હતી. ત્યારે પણ પોલીસ તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી.
પોલીસ દ્વારા IP એડ્રેસ સહિત તમામ એંગલ પર તપાસ
પોલીસ દ્વારા ઇમેલ મોકલનારનો IP એડ્રેસ શોધવાનું કામ શરૂ કરાયું છે. cybercrime ટીમ પણ તપાસમાં જોડાઈ છે. અગાઉ ડાર્ક વેબ પરથી મેલ મોકલાઈ હતી અને એ મુદ્દે પણ તપાસ ચાલી રહી હતી.
વાલીઓએ કરી કડક કાર્યવાહી કરવાની માંગ
સતત આવી ધમકીઓથી ચિંતિત વાલીઓએ તંત્ર પાસે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.
અધિકારીઓએ આપી ખાતરી: તમામ વિદ્યાર્થીઓ સુરક્ષિત
ડીસીપી ઝોન 4 પન્ના મોમાયા કહે છે કે તમામ સ્કૂલનું ચેકિંગ ચાલી રહ્યું છે. બાળકો સુરક્ષિત ઘરે પહોંચાડવામાં આવ્યા છે અને સ્થિતિ નિયંત્રણમાં છે.