Valsad: વલસાડ નગરપાલિકાની ચૂંટણી અન્વયે ભાજપ દ્વારા બાઈક રેલીનું કરાયું આયોજન
Valsad: ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ,કેન્દ્રીય જળ શક્તિ મંત્રી આદરણીય સી.આર. પાટીલજી,પ્રદેશ સંગઠન ના મહામંત્રી આદરણીય રત્નાકારજી ની સૂચના અને માર્ગદર્શન મુજબ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા ની આગેવાનીમાં,
ગુજરાત પ્રદેશ ભાજપ ના ઉપપ્રમુખ અને વલસાડ જિલ્લા ના પ્રભારી મહેન્દ્રભાઈ પટેલ, લોકસભાના દંડક, વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ ને વિશેષ ઉપસ્થિતિમાં વલસાડ શહેરના સીબી હાઈસ્કૂલ મેદાનથી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ,
આ બાઈક રેલી વલસાડ નગરપાલિકાના તમામ ૧૧ વોર્ડમાં ફરી અબ્રામા સ્થિત શ્રી તડકેશ્વર મહાદેવજી મંદિર ના પ્રાંગણ ખાતે સમાપન કરવામાં આવી હતી.
આ તબક્કે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી કમલેશભાઈ પટેલ,ભારતીય જનતા પાર્ટી વલસાડ નગરપાલિકા ના વિવિધ વોર્ડના ઉમેદવારો,
વલસાડ શહેર ભાજપ પ્રમુખ દિવ્યાંગભાઈ ભગત, વલસાડ તાલુકા ભાજપ પ્રમુખ તેજસભાઈ પટેલ, વલસાડ જિલ્લા, શહેર, સંગઠનના હોદ્દેદારો, વિવિધ મોરચાના હોદ્દેદારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.