Valsad: સુરતના મોટા વરાછાના રહીશ રાઠોડ પરિવાર ની કીમતી જમીન વલસાડ જિલ્લાના બિલ્ડર એસો. ના પ્રમુખ અને પરિવાર સહિત અન્ય મળી 16 જણાએ પચાવી પાડી
Valsad આ ગ્રુપ એ રાઠોડ પરિવારનો અજાણતા અને અજ્ઞાનતાનો લાભ ઉઠાવે રૂપિયા 1.74 કરોડમાં શોધો કરી દસ્તાવેજ બનાવી માત્ર ₹40,000 તેમના બેંક ખાતામાં જમા કરાવી બાકી રકમ ચાઉં કરી ગયા
Valsad રાઠોડ પરિવાર એ તમામ વિરોધ ફરિયાદ દાખલ કરી ફરિયાદના આધારે ઉત્તરાયણ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી. વલસાડ જિલ્લાના બિલ્ડર એસો. ના પ્રમુખ અશોક કાનજીભાઈ મંગે અને એમના પરિવાર સહિત અન્ય મળી 16 જણા ભેગા મળી સુરત વરાછાના મજૂરી કામ કરતાં પરિવારની અજ્ઞાનતા અને અભણતાનો લાભ ઉઠાવી રાઠોડ પરિવારની કીમતી જમીનનો રૂપિયા 1.74 કરોડમાં શોધો કરી દસ્તાવેજ કરાવી માત્ર ₹40,000 તેમના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. અને બાકીની રકમ રાઠોડ પરિવારના સભ્યોના નામે બોગસ એકાઉન્ટ ખોલાવી નાણા જમા કરાવી તમામ રકમો પોતાના ખાતામાં પરત મેળવી રાઠોડ પરિવાર સાથે છેતરપિંડી કરી હતી.
Valsad જે અંગે રાઠોડ પરિવારના સભ્ય દ્વારા એસ.સી.એસ.ટી સેલમાં કરેલી ફરિયાદના આધારે ઉત્તરાયણ પોલીસે ગુનો નોંધ એ વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર સુરતમાં મોટા વરાછાના
ચોરાવત ફળિયાના રહીશ અને મજૂરી કામ કરી પેટીયુ રડતા સોનાબેન ભરતભાઈ રાઠોડ અને તેમના પરિવારની મોટા વરાછા ખાતે આવેલી જમીન જેનું રેવન્યુ સર્વે નંબર 610 નવો બ્લોક નંબર 573 વાળી ખેતીની જમીનનો શોધો 2008માં દિલીપ ઉર્ફે પેરિસ રહે ખાડી મહોલ્લો મોટા વરાછા, સુરત બંકિમ બાલકૃષ્ણ રાવળ રહે બ્રાહ્મણ ફળિયું ફૂલવાળા સુરત દિલીપ ગોરધનભાઈ સોનાણી રહે એ 201 સ્વર્ગ રેસીડેન્સી કતારગામ સુરત લાલજીભાઈ ગોરધન સોનાણી વલસાડ જિલ્લા બિલ્ડર એસો. ના પ્રમુખ અશોક કાનજીભાઈ મંગે રૂપલ મહેન્દ્ર મંગે મહેશ કાનજીભાઈ મંગે સુનિલ કાનજીભાઈ મંગે ધર્મીન કાનજીભાઈ મંગે મહેન્દ્ર કાનજીભાઈ મંગે જ્યોતિ અશોકભાઈ મંગે ગીતાબેન સુનિલભાઈ મંગે હર્ષા ગોવિંદભાઈ મંગે કલ્પના કાનજીભાઈ ભાનુશાલી અને કાનજીભાઈ મેઘજીભાઈ ભાનુશાલી આ તમામ મળી ₹1.74 કરોડમાં જમીનનો શોધો કર્યો હતો.
જોકે આ ટોળકી રાઠોડ પરિવારની અજ્ઞાનતા નો લાભ ઉઠાવી
જમીનનો દસ્તાવેજ કરાવી માત્ર રૂપિયા ૪૦ હજાર રાઠોડ ના બેંક ખાતામાં જમા કરાવ્યા હતા. જ્યારે દસ્તાવેજ માટે અગાઉથી મેળવેલા ઓળખના પુરાવાના આધારે તેમની સહયોગ કરીને બંકિમ રાવળે ડાહીબેન જગાભાઈ રણછોડભાઈ કાળીદાસ ડાયાભાઈ રણછોડભાઈ ના નામનું બોગસ સંયુક્ત બેંક ખાતુ ખોલાવી તેમજ બીજું બેન્ક એકાઉન્ટ બંકિમ રાવળ એ સોનાબેન ગુણીબેન ઉર્ફે જશુબેન ડાયાભાઈ રણછોડભાઈ ના નામનું ખાતું ખોલાવીને તે ખાતામાં પેમેન્ટના અન્ય ચેકો નાખીને રકમો તમામે પોતાના ખાતામાં પરત મેળવી લીધી હતી.
અને રાઠોડ પરિવારને કોઈ રકમ આપી ન હતી રાઠોડ પરિવાર એ કાયદેસરના વળતરની માંગણી કરતા જાતિ વિષયક ગાળો આપી તગેડી મૂક્યા હતા. આ સંદર્ભે સોનાબેને તમામ વિરુદ્ધ એસસી/એસટી સેલ માં ફરિયાદ કરી હતી જેના આધારે ઉતરાણ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે