Valsad: સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે “આઝાદી કે રંગ યોગ કે સંગ” થીમ સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગુજરાતના દરેક જિલ્લાઓમાં યોગ શિબિર દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
Valsad વલસાડના તિથલ ખાતે સ્વામિનારાયણ મંદિરના ડોમમાં જિલ્લા કક્ષાની યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં લોકોએ આ યોગ શિબિરનો લાભ લીધો હતો.
વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ તથા ભીડભંજન મહાદેવ મંદિરના ટ્રસ્ટી શિવજી મહારાજમુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી યોગ શિબિરનો શુભારંભ કકાવ્યો હતો. શિવજી મહારાજ દ્વારા યોગ પરિવારને શુભકામનાઓ સાથે આશીર્વાદ આપવામાં આવ્યા હતા, જ્યારે ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસથી યોગનો પ્રચાર અને વિસ્તાર થયો, યોગને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચાડ્યો છે ત્યારે સ્વાતંત્ર્ય પર્વને પણ યોગ દ્વારા મનાવવાની નવી પહેલને આવકારી ગુજરાત રાજ્ય યોગ બોર્ડને શુભકામનાઓ પાઠવી હતી.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના વલસાડ ડિસ્ટ્રિક્ટ
કો- ઓર્ડિનેટર નિલેશભાઈ કોસીયા દ્વારા આયોજિત આયોગ શિબિરમાં બોર્ડના ઝોન કો- ઓર્ડિનેટર પ્રીતિબેન પાંડે દ્વારા પ્રાર્થના, ધ્યાન અને પ્રાણાયામ કરવામાં આવ્યા હતા. યોગ અભ્યાસમાં યોગીક જોગિંગ, આસન અને સૂર્ય નમસ્કાર ડિસ્ટ્રિક્ટ કો- ઓર્ડિનેટર નિલેશ કોશિયા દ્વારા કરાવવામાં આવ્યા હતા.
સ્વામિનારાયણ મંદિરના પરિસરમાં કોઠારી સ્વામીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો અને યોગ બોર્ડના યોગ પરિવારજનો જોડાયા હતા. રાષ્ટ્રીય નારા અને રાષ્ટ્રીય ગીત સાથે વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું. આભારવિધિ ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેટર નિલેશ કોશિયાએ કરી હતી. યોગ શિબિરને સફળ બનાવવા યોગ કોચ શીતલ ત્રિગોત્રા, દક્ષા રાઠોડ, શિવમ ગુપ્તા, મનિષા ઠાકોર, જાગૃતી દેસાઈ, પ્રીતિ વૈષ્ણવ, માયા ઘોદગે અને તનુજા આર્યએ સહયોગ આપ્યો હતો. યોગ બોર્ડના યોગ ટ્રેનર કાંતિભાઈ ઠાકોરે શિબિરને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.