Valsad: વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, વલસાડની સગીરા સાથેના જૂના ફોટા સગીરમિત્રએ દોઢ વર્ષ બાદ વાયરલ કર્યા
Valsad હાલના સમયમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં અનેક પ્રકારની સામાગ્રી પીરસવામાં આવે છે પરંતુ ખેપાની તત્વો આનો ગેરઉપયોગ પણ કરતા અચકાતા નથી અને બેફામપણે કોઈને બદનામ કરવા માટે ગમે તે હદે જઈ શકે છે. શાળાકીય સમય દરમિયાન બાળકો શું કરે છે તેના પર હવે વાલીઓએ ખૂબજ સાવદ અને સતર્ક રહેવાનો સમય આવી ગયો છે, નહિંતર ખેપાની તત્વો તમારી બાળકી સાથે સમાજમાં વગોવણું થાય તે કરતાં જરા પણ અચકાશે નહીં.
વાત છે વલસાડમાં રહેતી સગીરાની…
Valsad વલસાડ નજીકના એક ગામમાં રહેતી સગીરા અને એક સગીર વચ્ચે દોઢ વર્ષ અગાઉ ફોન પર ઔપચારિક વાતચીત બાદ મુગ્ધાવસ્થાના પ્રેમ સબંધો બંધાયા હતા. આ દરમિયાન તેઓ સમાજની પરવાહ કર્યા વિના મુક્ત મને ફરી રહ્યા હતા. મુગ્ધાવસ્થાનો પ્રેમ અંગત પળો સુધી પહોંચ્યો હતો.
દોઢ વર્ષ અગાઉ પ્રેમ સબંધો ધરાવતા સગીર વયનું આ પ્રેમપંખીડુ પછી કોઈક કારણોસર વિખુટા પડું હતુ. જે બાદ બંને જણા હાલ પુખ્ત વયના થઇ ગયા છે અને તેમનો આગળનો અભ્યાસ પણ ચાલુ છે. દરમિયાન થોડા દિવસ પહેલાજ સગીરા અને તેના સગીર મિત્રના અંગત પળોનો એક વીડિયો કોઈ ગૃપમાં ફરતો થયો હતો. જે સગીર તથા સગીરાના વાલીઓ સુધી પહોંચતા તેમના પગ નીચેની જમીન સરકી ગઈ હતી. જે બાબતે સગીરાના એક વાલીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.