Valsad: આમ આદમી પાર્ટીના વલસાડ તાલુકા ઉપપ્રમુખ પંકજ પટેલ, વલસાડ શહેર પ્રમુખ દિવ્યેશ રાણા વલસાડ શહેર ઉપપ્રમુખ વિમલ ભંડારી એ કેસરિયો ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા
વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા,ધરમપુર ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલે પાર્ટીનો ખેસ અને ટોપી પહેરાવી સહુને પાર્ટીમાં આવકાર્યા હતા
હાલમાં જ ભાજપ માં જોડાયેલા આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રદેશ ઓ.બી.સી મોરચાના શ્રી પ્રવીણભાઈ આહીર ની આગેવાની હેઠળ હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા
દેશની યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકાર ની નીતિઓથી પ્રભાવિત થઈને હાલમાં જ આમ આદમી પાર્ટીનો છેડો ફાડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ ના પૂર્વ ઓ.બી.સી મોરચાના શ્રી પ્રવીણભાઈ આહીર ની આગેવાની હેઠળ આજરોજ વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટીના ત્રણ જેટલા હોદ્દેદારોએ આમ આદમી પાર્ટી ને અલવિદા કહી કેસરિયો ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા હતા
વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મુખ્ય કાર્યાલય “શ્રી કમલમ” ખાતે આજરોજ
જિલ્લા પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ, જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી શિલ્પેશભાઈ દેસાઈ, જિલ્લા ઉપપ્રમુખ શ્રી જીતેશભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીના વલસાડ તાલુકા ઉપપ્રમુખ શ્રી પંકજભાઈ પટેલ, વલસાડ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ રાણા, વલસાડ શહેર ઉપપ્રમુખ શ્રી વિમલભાઈ ભંડારી આમ આદમી સાથે છેડો ફાડી કેસરિયો ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા,શ્રી હેમંતભાઈ કંસારા,શ્રી અરવિંદભાઈ પટેલ દ્વારા પાર્ટીમાં ખેસ અને ટોપી પહેરાવી સહુને પાર્ટીમાં આવકારવામાં આવ્યા હતા
આ તબક્કે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ના મીડીયા કન્વીનર શ્રી દિવ્યેશ કૈલાશનાથ પાંડે, જિલ્લા આઈ.ટી.કન્વીનર શ્રી ધ્રુવીનભાઈ પટેલ, શ્રી અમિશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા