Valsad: ગુજરાતની અંડર-14 ટીમના સિલેક્શનમાં વલસાડના યુવાઓને સ્થાન ન મળતા વાલીઓનો રોષનો ફાટી નીકળ્યો, સિલેક્શન પ્રોસિજર સામે ઉઠ્યા સવાલો
Valsad ગુજરાત ક્રિકેટ એસોશિએશને અંડેર ફોર્ટીન માટે ટીમના સિલેક્શનની પ્રક્રિયા હાથ ધરી છે. જેમાં વલસાડના બે યુવાઓએ સ્થાન મેળવવા માટે સારું પ્રદર્શન કર્યું હોવા છતાં તેમનું સિલેક્શન કરવામાં નહીં આવતા વાલીઓનો રોષ ફાટી નીકળ્યો છે અને સિલેક્શન પ્રોસિજર સામે અનેક સવાલો ઉઠાવી વલસાડ ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોશિએશન(બીડીસીએ) સહિત ગુજરાત ક્રિકેટ એસોશિએશનની પસંદગીની પ્રક્રિયા સામે સવાલો ઉઠાવ્યા છે. જોકે, સમગ્ર બાબતે બીડીસીએના પદાધિકારીએ લૂલો બચાવ કર્યો હતો.
Valsad વાલીઓ પૈકીના વિપુલ નામના વાલીએ જણાવ્યું કે આજે અમે બીડીસીએમાં આવ્યા હતા. અન્ડર ફોર્ટીનનું સિલેક્શન ચાલતું હતું એમાં અમારા છોકરાઓ સિલકેટ થયા નથી. અમે સિલેક્શનની પ્રોસિજર જાણવા આવ્યા હતા. કઈ રીતે પ્રોસિજર થાય છે, સિલેક્શનના શું ક્રાઈટેરિયા છે એની માહિતી લેવા આવ્યા હતા.
તેમણે જણાવ્યું કે માહિતી આપવામાં આવી છે પરંતુ મોટાભાગે અમે બધા આ માહિતીથી સતૃષ્ટ થયા નથી. અમે વિનંતી કરી છે અને પગલા ભરવાની વાત કરવામાં આવી છે. અન્ડર ફોર્ટીનની ટીમ એટલે વલસાડની પહેલા બની. આ અંગે અમને એવો જવાબ મળ્યો કે બહારથી કમિટી મેમ્બર આવે છે અને એ સિલેક્ટ કરે છે. એ નક્કી કરે છે અને એમના અભિયપ્રાય કે રિપોર્ટ પ્રમાણે ગુજરાત લેવલની ટીમ સિલેક્ટ થાય છે. સિલેક્શન પ્રોસિજર સમજમા આવી રહી નથી અને યોગ્ય રીતે સમજાવવામાં આવી રહી નથી. અમને સિલેક્શન પ્રોસિજર યોગ્ય રીતે સમજાવી દે તો અમને આગળ શું કરવાનું છે તેની ખબર પડે.
તેમણે જણાવ્યું કે છોકરાઓની વાત કરીએ તો અમારા છોકરાઓ બોલિંગ અને બેટીંગમાં પણ સારું પ્રર્દર્શન કર્યું હતું. મહત્વની મેચ હતી અને એમાં અમારા છોકરાનું પર્ફોમન્સ સારું જ હતું. પેપર પણ સારું હતું. કોઈક કારણોસર સિલેક્ટ નથી થયા તો એમાં આ અંગે રજૂઆત કરી છે.
બીજી તરફ બીડીસીએ વતી વિગતો આપતા પદાધિકારીએ ખૂલાસો આપતા જણાવ્યું કે વાલીઓ આવ્યા હતા અને સિલેક્શનમાં ભૂલ થઈ હોવાની રજૂઆત કરી છે તો એમાં જણાવવાનું કે ગુજરાત ક્રિકેટ એસોસિએશને 30 જણાનું લિસ્ટ જાહેર કર્યું. અન્ડર ફોર્ટીનમાં 30ના સિલેક્શન અંગે બે છોકારનું સિલેક્શન થયું નહીં તો એમના વાલીઓ આવ્યા હતા અને સારું પ્રદર્શન કર્યું હોવાની રજૂઆત કરી હતી.તેમણે કહ્યું કે આમાં બીડીસીએનો કોઈ રોલ નથી.જે કંઈ પણ થયું છે તે જીસીએ લેવલે થયું છે અને કમિટીએ કર્યું છે. વાલીઓને કંઈ પણ મનદુખ થયું હોય તો તપાસ કરીને ઉચ્ચ સ્તરે રજૂઆત કરીશું અને તેમને ન્યાય મળે તેવા પ્રયાસો કરીશું. સિલેક્ટર્સ અંગે પણ તપાસ કરવાની તેમણે બાંહેધરી આપી છે. વલસાડનો છોકરા રહી જતા હોય તો તેમને સ્થાન મળે તેવા પ્રયાસો કરવામાં આવશે.