વલસાડમાં દારૂબંધીનો અમલ થતો નથી અને ઠેરઠેર દારૂ મળી રહે છે આ વાત સામાન્ય બની ગઈ છે પણ મોટા જુગારના અડ્ડા પણ બિન્દાસ ધમધમી રહયા છે.
વલસાડના તાઈવાડ વિસ્તારમાં આવેલી ગુજરાતી સ્કૂલ પાછળ બિન્દાસ્ત વરલી મટકાનો ધંધો ચાલી રહ્યો છે અને મોટા હારજીતના દાવ અહીં પડી રહયા છે.
આ વરલી મટકાનો સરા જાહેર અડ્ડો ચલાવનાર ઇસમ બિન્દાસ બની ધંધો કરી રહ્યો છે.
જુગાર રમવો અને રમાડવો તે પ્રવૃત્તિ ગેરકાયદે હોવાછતાં તાઈવાડમાં બિન્દાસ ગેરકાયદે ધંધો ચાલી રહ્યો છે.
સુત્રોના જણાવ્યા મુજબ વરલી મટકાનો ધંધો કરનારો એક રાજકીય પક્ષના કાર્યાલયમાં ફરજ પણ બજાવે છે પરિણામે તેની હિંમત વધી ગઈ છે અને રાજકીય પક્ષના માણસ હોવાથી તે બિન્દાસ ગેરકાયદે પ્રવૃતિ કરી રહ્યો છે ત્યારે સવાલ એ થાય કે શું પોલીસને આ અડ્ડો દેખાતો નથી?અને જો ખબર હોયતો શા માટે અડ્ડો બંધ કરાવાતો નથી?વગરે સવાલો ઉઠવા પામ્યા છે.
લોકોમાં ચર્ચા ઉઠી છે કે જો અન્ય કોઈ વ્યક્તિ હોત તો પોલીસ તરતજ એક્શન લેત.
પણ અહીં એક રાજકીય પક્ષના કાર્યાલયમાં આ ઇસમ કામ કરતો હોવાથી તેની સામે પગલાં ભરવામાં નહિ આવતા હોવાની ચર્ચા વેગવંતી બની છે.
તાઈવાડમાં ગુજરાતી સ્કૂલ પાછળ વરલી મટકાનો અડ્ડો ચલાવનાર બિન્દાસ ધંધો કરી રહ્યો છે ત્યારે પોલીસ હવે શું એક્શન લે છે તે જોવું રહ્યું?