Heranba Industries : વાપી GIDC માં આવેલ Heranba ઇન્સ્ડસ્ટ્રીઝ કંપનીમાં ગેસ લગતા કામદારને હોસ્પિટલમા ખસેડાયો
Heranba Industries હાલમાં ચાલી રહેલા સુરક્ષા સપ્તાહ માત્ર કાગળ પર હોય તેમ કંપનીઓ દ્વારા બેદરકારી દાખવાવામાં આવી રહી છે…
વાપી GIDC માં આવેલ Heranba Industries માં કામ કરતા રામનંદન ઠાકુર નામના કામદારને ગેસ લાગતા ESIC માં ખસેડાયો હતો. જ્યાંથી તેમને વાપીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. કામદાર ની સ્થિતિ સારી છે. અને હાલ તેને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યો છે. જે બાદ તેને ડિસ્ચાર્જ કરવામાં આવશે..ઘટના અંગે મળતી વિગત મુજબ GIDCના 3rd Phase વિસ્તારમાં કાર્યરત યુનિટ 1 માં ગેસ લાગવાની ઘટના ઘટી હતી.
ઘટના સમયે કંપનીના અન્ય કર્મચારીઓ કામ કરી રહ્યા હતાં. જેમાં અન્ય બે ત્રણ કર્મચારીઓને પણ સામાન્ય ગેસની અસર વર્તાઈ હતી. જ્યારે એક ને વધુ અસર થતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયો હતો.ઉલ્લેખનીય છે કે હાલમાં નેશનલ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી છે.
ઔદ્યોગિક એકમોમાં કામદારોની સુરક્ષા સલામતી માટે સંકલ્પ લેવામાં આવ્યાં હતાં. પરંતુ, લાગે છે કે આવી કંપનીઓ માત્ર સુરક્ષા પ્રત્યે ઉજવણીઓ જ કરે છે. જ્યારે હકીકતે કંપનીમાં કામદારો માટે સુરક્ષા મામલે બેદરકારી દાખવવામાં વધુ નિપુણતા હાંસલ કરી રહી છે…