રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં દિવસને દિવસે સ્થિતિ બદથી બદતર બની રહી છે એક તરફ કેન્દ્રકક્ષાથી નેતાઓની આવન-જાવન વધી છે તો બીજી તરફ કોંગ્રેસમાં ચૂંટણી ટાણે નેતાઓ ,કાર્યકરોમાં નારાજગી અને અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે રવિવારે યુથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપતા રાજ્કીય ભૂકંપ સર્જાયુ હતુ ત્યાર બાદ ગતરોજ યુથ કોંગ્રેસ મહામંત્રી વિનયસિંહ તોમરે પણ રાજીનામું આપી સૌ કોઇને ચોકાવી દીધા હતા આજે બંને નેતાઓ કમલમ ખાતે 2 હજાર જેટલા કાર્યકરો સાથે રાખી કેસરિયો સર કર્યો છે જેમાં પૂર્વ ગૃહમંત્રી ખેસ અને ભાજપ યુવા પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરટે ટોપી પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા
ત્યાર બાદ વિશ્વનાથસિંહ વાઘેલા જણવાવ્યુ કે આઝાદી સમય જે વાતો વાંચી અને સંભાળી તેનાથી મે કોંગ્રેસ પસંદ કરી પંરતુ 1969માં કોંગ્રેસે એ યશસ્વી નેતા સરદાર પટેલ હોય લાલાલજપતરાય હોય એવા તમામ નામ છે જેમને કોરણે મૂકી દીધા જેને લઇ હું કોંગ્રેસ પાર્ટીથી પ્રેરાય હતા એ કોંગ્રેસ પાર્ટી હવે રહી નથી પછી પણ આપણને એવુ થયુ કે આ બાબાતનું વહેલા તકે નિરાકરણ આવશે આજ નહી તો કાલે જનતા કોંગ્રેસ પાર્ટીને સ્વીકારશે પણ દિવસને દિવસે કોંગ્રેસ પાર્ટીની છબી વધુ ખરાબ થતી જઇ રહી છે જેના પરિણામે અમે જયારે પાર્ટીના પ્રચાર માટે જઇએ તો કોંગ્રેસ પાર્ટીના છબીના લીધે અમને પણ સંભાળવામાં આવતુ 18 વર્ષ પછી જયારે યુથ કોંગ્રેસનું પ્રમુખ બન્યો ત્યારે એવુ લાગ્યુ ભૂતકાળ જે આપણે સહન કર્યુ છે એ નવા કાર્યકરો ન કરે એટલા માટે કંઇ બદલાવ લઇએ પણ પાર્ટી જ નવીનીકરણ કરવા ન માગતી હોય તેવી રીતે અમે કંઇ નવુ કરવા જઇએ તો અડચણ ઉભી કરી પાર્ટીની આંતરિક જુથબંધી ચરમસીમાએ છે જેના કારણે નેતાઓના આંતરિક ગજગ્રાહથી યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે જે કામ કરવાના હતા તે ન કરી શક્યા