બુધવારે રાજ્યમાં ઓરેન્જ એલર્ટ – સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી , ગુજરાત રાજ્ય હવામાન વિભાગે આગામી ચાર-પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી
ચક્રવાત ગુલાબ હવે નબળું પડી રહ્યું છે અને ભારતને તેનાથી ખતરો ટળ્યો હોવાનું માનવામાં આવે છે.સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી પણ આપવામાં આવી છે. મંગળવારે મરાઠવાડામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે બુધવારે ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.ભારતીય હવામાન વિભાગે કોંકણ અને ગોવા તેમજ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરતા રેડ વોર્નિંગ આપી છે.
ગુજરાત રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ થવાની પણ આગાહી કરવામાં આવી છે. કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં મંગળવારે વહેલી સવારે વીજ કડાકા સાથે વરસાદ પડ્યો હતો.
ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 190 તાલુકાઓમાં વરસાદ થયો. જેમાં પોરબંદર, અમદાવાદ, જૂનાગઢ, સાબકાંઠા જિલ્લામાં સૌથી વધુ વરસાદ ની ખબરો આવી રહી છે. જોકે આજે સવારે 6 વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં 30 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે. જેમાં સૌથી વધુ ડાંગ, સોજિત્રા, વડોદરા, તારાપુર, આંકલાવ અને ધોળકામાં 10 મિમી કરતાં વધુ વરસાદ પડ્યો છે. રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં 28.24 ઈંચ વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં થયો છે.
સાથે જ સોમવારે આંધ્ર પ્રદેશમાં ચક્રવાત ગુલાબને કારણે ભારે વરસાદ ખાબક્યો હતો અને કૃષ્ણા અને શ્રીકાકુલમ જિલ્લામાં અનેક ઠેકાણે પાણી ભરાતા સામાન્ય જનજીવન ઠપ પણ થયું હતું. હૈદરાબાદના ઘણા વિસ્તારમાં પણ શનિવારે રાત્રે ભારે વરસાદ થયો હતો.