[slideshow_deploy id=’27771′]પદ્માવત ફિલ્મને લઈને સમગ્ર દેશમાં વિરોધ અને વિવાદ થયો હતો. દેશના અનેક રાજ્યોમાં પદ્માવત રીલિઝ થઇ છે ત્યારે ગુજરાતભરમાં પદ્માવત રિલીઝ નથી કરાઇ. તેમ છતાં કરણી સેનાએ મોડી રાતે ભારત બંધના એલાનને ટેકો આપ્યો છે. બંધના એલાનને પગલે અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત જેવા શહેરોમાં મોલ અને થિયેટર્સ બહાર સવારથી જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
પદ્માવત ફિલ્મની રિલીઝના વિરોધમાં અપાયેલા બંધને લઈને સુરક્ષાના કારણોસર બનાસકાંઠાના પાલનપુરમાં એસટી બસની તમામ ટ્રીપ રદ્દ કરી દેવામાં આવી છે. જેથી પાલનપુર બસ સ્ટેન્ડ ખાતે મુસાફરોએ રઝળવાનો વારો આવ્યો હતો.ઉત્તર ગુજરાતમાં મોટા ભાગના શહેરોમાં બસ સેવા બંધ છે. બનાસકાંઠા. પાટણના રાધનપુરમાં બસ સેવા બંધ રખાઇ છે. ઉત્તર ગુજરાતમાં મોટા ભાગની શાળાઓ પણ બંધ રખાઇ છે. આ તરફ સૌરાષ્ટ્રમાં પણ બંધની અસર વર્તાઇ રહી છે.ભાવનગરમાં શાળાઓ બંધ છે. ભાવનગરથી અમદાવાદ આવતી જતી ખાનગી બસો પણ આજે બંધ રખાઇ છે. ગોંડલમાં પણ શાળાઓ બંધ રખાઇ છે. જામનગરના લાલપુરમા પણ બંધ પળાયો છે. ધોળકામાં પણ બંધને સજ્જડ પ્રતિસાદ મળી રહ્યો છે.પાલીતાણામાં પણ બંધની અસર, લોકોએ સ્વયંભૂ કામ ધંધા બંધ રાખ્યા. પાલીતાણામાં શાળા કોલેજો પણ બંધ રાખવામાં અાવી છે.
પદ્માવત ફિલ્મના વિરોધમા બંધને કારણે હિંમતનગર અને ઇડર સજ્જડ બંધ, ખેડબ્રહ્મા, પ્રાતિજ અને તલોદમાં 20 થી 50 ટકા બજારો ચાલુ. પદ્માવત ફિલ્મના વિરોધનો મામલે મહેસાણા વિભાગના 11 ડેપોની બસો બંધ વિરોધના પગલે એસ ટી બસના તમામ રૂટ બંધ કરાયા છે.