આવતીકાલે ભગવાન જગન્નાથ 145મી રથયાત્રા ખૂબ જ રંગેચંગે યોજાવા જઇ રહી છે. છેલ્લા બે વર્ષથી કોરોનાકાળના પગલે રથયાત્રા ભક્તો વગર નગરચર્યાએ નીકળી હતી જો કે આ વર્ષે સ્થિતિ પહેલી જેવી સામાન્ય થતા ભક્તો પણ જગન્નાથ ભગવાન સાથે નગરચર્યાએ નીકળશે જેને લઇ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશમાં ઓડિશા બાદ બીજા નંબરની ગુજરાતના અમદાવાદમાં ખાતેથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે આ રથયાત્રામાં આ વખતે એક અંદાજ પ્રમાણે 13 લાખથી વધુ ભક્તો ઉમટશે જેને લઇ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવામાં આવી છે.
તે દરમિયાન રથયાત્રા દરમિયાન અમદાવાદ કયા કયા રસ્તાઓ બંધ રહેશે તેની અચૂક નોધ લેવી
ભગવાન જગન્નાથની રથયાત્રા 1 જુલાઇથી અષાઢીબીજના દિવસે વહેલી સવારથી પ્રારંભ થશે જેમાં ભગવાન જગન્નાથના નિજમંદિરથી યાત્રાનો પ્રારંભ કરશે જયાં ખમાસા, રાયપુર, ખાડિયા ચકલા, પાંચકુવા, દરિયાપુર,શાહપુર, કાલુપુર,દિલ્હી ચકલા, ઘી કાંટા પાનકોર નાકા,સાંકડી શેરી ,માણેક ચોક ,દાણાપીઠથી નિજ મંદિરે પરત ફરશે જેમાં ઉપર દર્શાવેલ યાદીમાં આ તમામ રૂટ પર વાહનવ્યહાર બંધ રહેશે.
આ રૂટ પર વાહનવ્યહાર રહેશે ચાલુ
1 રાયખંડ ચાર રસ્તા, વિકકોટીયાગાર્ડન, રીવરફ્રન્ટ, કુલબજાર, જમાલપુર બ્રિજ વાયા ગીતામંદિર થઇને જઇ શકાશે
2 આસ્ટોડિયા ચાર રસ્તા, ગીતા મંદિર, જમાલપુર બ્રિજ, સરદાર બ્રિજ, પાલડી
3 કામદાર ચાર રસ્તા, હરીભાઈ ગોદાણી સર્કલ, પોટલીયા ચાર રસ્તા, નિર્મલપુરા ચાર રસ્તા, ચામુડાબ્રિજ, યમનપુરા સર્કલ, અસારવા બ્રિજસ ઈદગાહ સર્કલ
4 ઈન્ટમટેક્ષ ગાંધી બ્રિજ, રાહત સર્કલ, દિલ્હી દરવાજા, ઈદગાહ સર્કલ
5 દિલ્હી દરવાજા, રાહત સર્કલ, દઘીચી સર્કલ, રીવરફ્રન્ટ, લેમન ટ્રી, રૂપાલી, વીજળીઘર, લાલ દરવાજા સહિતના રૂટ વૈકલ્પિક ધોરણે ચાલુ રહેશે.