‘આપ’ યુવા તથા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ નવા પીપળજ (ગાંધીનગર) ખાતે આયોજિત યુવા અને ખેડૂત સંવાદમાં ભાગ લીધો.
‘આપ’ યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ ભાજપને આડે હાથ લીધી.
‘આપ’ અને ગુજરાતનો દરેક યુવાન આજે ખેડૂતો સાથે ખભેથી ખભો મિલાવીને ઉભો છે. જ્યાં પણ જે ભી માધ્યમ થી લડવાનું થયું અમારી તૈયારી છે: યુવરાજસિંહ જાડેજા
આ ડબલ એન્જિન થી ચાલતી સરકાર નથી, ડબલ રિમોટ કંટ્રોલ થી ચાલતી ભ્રષ્ટ ભાજપ સરકાર છે: યુવરાજસિંહ જાડેજા
ભ્રષ્ટ ભાજપ સરકાર ગરીબો કે ખેડૂતો માટે નહીં એમના બે અમીર પુંજી પતી મિત્રો માટે કામ કરતી સરકાર છે: યુવરાજસિંહ જાડેજા
બસ હંમેશા મન કી બાત કર્યા કરશે, લોકો વચ્ચે જઈને જન કી બાત કરવાની તાકાત નથી: યુવરાજસિંહ જાડેજા
વિકાસ જરૂરી છે. પરંતુ ખેડૂત અને ફળદ્રુપ ખેતરના ભોગે વિકાસ કેટલો યોગ્ય?: યુવરાજસિંહ જાડેજા
ખેડૂત આંદોલન અને હડતાળ માધ્યમ થી આગળ વધી રહ્યા છે: યુવરાજસિંહ જાડેજા
આ ખેડૂત અને ભારતમાલા પ્રોજેક્ટ વચ્ચેની લડાઈ છે: યુવરાજસિંહ જાડેજા
અમદાવાદ/ગાંધીનગર/ગુજરાત
આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા તથા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પીપળજ (ગાંધીનગર) ખાતે યુવા અને ખેડૂત સંવાદ કર્યો અને યુવા તથા ખેડૂતોને સંબોધતા કહ્યું કે, ભાજપ સરકારની ક્રૂર નીતિઓ એટલી વધી ગઈ છે કે ખેડૂતોનું ખેતી કરવું જ નહિ પણ ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે. અમુક નાના ખેડૂતો તો જમીન વિહોણા થઈ જશે. ઘણા એવા છે જે માલિક માંથી મજદૂર બની જશે. જે નિરાધાર અને નિરાશ્રિત પરિસ્થિતિ માં આવી જશે. રોજગારીનું સાધન છીનવાઈ જશે.
ખબર નથી પડતી કે સરકાર છે કે તાનાશાહ ? સીધા પોતાના નિયમો થોપી બેસાડે. ના કોઈ ગામને કે જેની જમીનો છે એને વિશ્વાસમાં લે. AC ચેમ્બર માં બેઠા બેઠા સેટેલાઇટ થી સર્વે માપણી કરી પ્રોજેક્ટ બનાવી નાખે. તે જમીનની ફળદ્રુપતા તો ચેક કરો. ગ્રાઉન્ડ રિયાલિટી ન જોવે. વિકાસ જરૂરી છે, પરંતુ ખેડૂત અને ફળદ્રુપ ખેતરના ભોગે વિકાસ કેટલો યોગ્ય? ખેડૂત આંદોલન અને હડતાળ માધ્યમ થી આગળ વધી રહ્યા છે. ચોખ્ખું કહી રહ્યા છે ધરતી અમારી માં છે. જીવ ડાઈ દઈશું જમીન નહીં દઈએ. ખેડૂત અને ભારતમાલા પ્રોજેક્ટ વચ્ચેની લડાઈ છે.
આ ખેડૂતો માટે વારસો બચાવવા ની લડાઈ છે. પોતાનું અસ્તિત્વ ટકાવવા માટેની લડાઇ છે. બાળકોને ભવિષ્ય માટેની લડાઈ છે. આ લડાઈ માં આમ આદમી પાર્ટી ખેડૂતો સાથે ખભેથી ખભો મિલાવીને ઊભી છે. ગુજરાતનો દરેક યુવાન આજે ખેડૂતોની સાથે છે. જ્યાં પણ જે ભી માધ્યમ થી લડવાનું થયું અમારી તૈયારી છે. અમે ખેડૂતો સાથે છીએ.
આ ડબલ એન્જિન થી ચાલતી સરકાર નથી, ડબલ રિમોટ કંટ્રોલ થી ચાલતી ભ્રષ્ટ ભાજપ સરકાર છે. ભ્રષ્ટ ભાજપ સરકાર ગરીબો કે ખેડૂતો માટે નહીં એમના બે અમીર પુંજી પતી મિત્રો માટે કામ કરતી સરકાર છે. બસ હંમેશા મન કી બાત કર્યા કરશે. લોકો વચ્ચે જઈને જન કી બાત કરવાની તાકાત નથી. ગાયો ના અને ખેડૂત ના નામે વોટ લેતી સરકારે વર્તમાન માં ચૂપ કેમ છે!