ખોડલધામના ચેરમેન નરેશ પટેલને હાર્દિક પટેલ પહેલા જ પાર્ટીમાં જોડાવાનું આમંત્રણ આપી ચૂક્યા છે. હવે ફરીથી કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ નરેશ પટેલને પાર્ટીમાં જોડાવાનું આમંત્રણ આપ્યું છે.
કોંગ્રેસના નેતા ટ્વીટ કરીને જાણવું કે જ્યારે કોંગ્રેસ શિર નેતૃત્વે શ્રી નરેશભાઇ પટેલને કોંગ્રેસમા આવકારવા માટે લાલ જાજમથી સત્કારવા તૈયાર છે,તો પછી પ્રદેશ આગેવાનોએ ખુલ્લો પત્ર લખવા કે મિડીયામા આવકારવાના નિવેદનોથી આગળ વધી શ્રી નરેશભાઇ પટેલને કોંગ્રેસ પ્રવેશ માટેની ઔપચારીકતાની તારીખની જાહેરાત કરે.
જ્યારે કોંગ્રેસ શિર નેતૃત્વે શ્રી નરેશભાઇ પટેલને કોંગ્રેસમા આવકારવા માટે લાલ જાજમથી સત્કારવા તૈયાર છે,તો પછી પ્રદેશ આગેવાનોએ ખુલ્લો પત્ર લખવા કે મિડીયામા આવકારવાના નિવેદનોથી આગળ વધી શ્રી નરેશભાઇ પટેલને કોંગ્રેસ પ્રવેશ માટેની ઔપચારીકતાની તારીખની જાહેરાત કરે. @INCIndia @INCGujarat
— Manhar Patel (@inc_manharpatel) March 13, 2022
નોધનીય છે કે પાટીદાર અગ્રણી નરેશ પટેલના રાજકારણમાં જોડાવાની ચર્ચાઓ વેગ પકડે છે. દરેક રાજકીય પક્ષ નરેશ પટેલને પોતાની પાર્ટીમાં જોડાવવા માંગે છે. આ મુદ્દાને લઈને અનેકવાર નરેશ પટેલ સાથે વિવિધ રાજકીય પાર્ટીઓના નેતાઓની બંધ બારણે બેઠકો પણ યોજાઈ છે. નરેશ પટેલની રાજકારણમાં એન્ટ્રીની વાતો વચ્ચે AAP એ મોટો દાવો કર્યો છે. નરેશ પટેલ અંગે ઈસુદાન ગઢવીએ મોટું નિવેદન આપ્યુ કે, નરેશ પટેલ સહિત અનેક સામાજિક આગેવાન AAP માં જોડાશે. નરેશ પટેલ જેવા આગેવાનને આત્મસંતોષ થાય તેવી આમ આદમી પાર્ટી સ્વચ્છ રાજનીતિ કરે છે. જેથી નરેશ પટેલ સહિતના અનેક સામાજિક આગેવાના આમ આદમી પાર્ટીમાં જોડાશે.