એશિયા કપ 2025: હાર્દિક પંડ્યાનો કૂલ લુક સોશિયલ મીડિયા પર છવાયો
એશિયા કપ 2025ની શરૂઆત પહેલા, ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાએ પોતાના લુકમાં મોટો બદલાવ કર્યો છે. દુબઈ પહોંચ્યા બાદ તેણે પોતાના વાળને નવો કટ અને રંગ આપ્યો છે, જેનો ફોટો તેણે પોતે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેનો આ નવો સ્ટાઇલિશ લુક ચાહકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
પંડ્યાએ શુક્રવારે વહેલી સવારે પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાના નવા લુકનો ફોટો શેર કર્યો
અને કેપ્શનમાં લખ્યું, “New ME!”. આ ફોટામાં તે ખૂબ જ કૂલ લાગી રહ્યો છે. જોકે, આ લુક પર ચાહકોની મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક ચાહકોને તેનો આ નવો અંદાજ ખૂબ પસંદ આવી રહ્યો છે, જ્યારે કેટલાક યુઝર્સ તેને ‘છાપરી સ્ટાઇલ’ કહીને ટ્રોલ પણ કરી રહ્યા છે.
 
View this post on Instagram
 
હાર્દિક પંડ્યા ગુરુવારે જ્યારે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો
ત્યારે તેના વાળ કાળા હતા, પરંતુ દુબઈ પહોંચ્યા બાદ તરત જ તેણે આ બદલાવ કર્યો છે. ક્રિકેટની દુનિયામાં હાર્દિક તેના રમતની સાથે સાથે તેની ફેશન અને સ્ટાઇલ સ્ટેટમેન્ટ માટે પણ જાણીતો છે.
એશિયા કપમાં હાર્દિકનું મહત્વ
હાર્દિક પંડ્યાને એશિયા કપ 2025માં ભારત માટે એક એક્સ-ફેક્ટર ખેલાડી માનવામાં આવે છે. તે બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગ એમ ત્રણેય ક્ષેત્રમાં શાનદાર પ્રદર્શન કરી શકે છે. તે નીચલા મધ્યમ ક્રમમાં બેટિંગ કરીને ટીમને મજબૂતી આપે છે અને પોતાની ઝડપી બોલિંગથી વિરોધી ટીમના બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂકી શકે છે. હાર્દિકે અત્યાર સુધીમાં ભારત માટે 114 આંતરરાષ્ટ્રીય T20 મેચોમાં 1812 રન બનાવ્યા છે અને 94 વિકેટ લીધી છે, જે તેની ઓલરાઉન્ડ ક્ષમતા દર્શાવે છે.
ભારતીય ટીમ એશિયા કપમાં પોતાનો પહેલો મુકાબલો 10 સપ્ટેમ્બરે UAE સામે રમશે, ત્યારબાદ 14 સપ્ટેમ્બરે પાકિસ્તાન અને 19 સપ્ટેમ્બરે ઓમાન સામે ટકરાશે. ભારતીય ટીમના મોટાભાગના ખેલાડીઓ ગુરુવારે દુબઈ પહોંચી ગયા છે અને આજથી પ્રેક્ટિસ પણ શરૂ કરવાના છે.
