દીપિકાની ફ્લોલેસ બ્યુટીનું રહસ્ય છે આ વસ્તુ, માત્ર તેનાથી નિખરે છે મસ્તાનીની સ્કિન
બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ દમદાર એક્ટિંગ ઉપરાંત પોતાની સુંદરતાથી પણ ચાહકોનું દિલ જીતી લે છે. અભિનેત્રીની ગ્લોઈંગ સ્કિનની આગળ બીજી બધી અભિનેત્રીઓ ફિક્કી લાગે છે. પોતાની ફ્લોલેસ સ્કિન દ્વારા બોલિવૂડની મસ્તાની ચાહકોને આકર્ષિત કરે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને અવારનવાર પોતાના ફેન્સ સાથે પોતાના બ્યુટી સિક્રેટ્સ શેર કરતી રહે છે. તો ચાલો આજે તમને જણાવીએ કે દીપિકાની ગ્લોઈંગ સ્કિનનું આખરે શું રહસ્ય છે…
રૂટીન સિમ્પલ રાખે છે
અભિનેત્રી પોતાની સુંદરતા જાળવી રાખવા માટે હંમેશા સાદગીમાં વિશ્વાસ રાખે છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે દીપિકા મેટ મેકઅપનો ઉપયોગ કરે છે. એક ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ ખુલાસો કર્યો હતો કે તે પોતાની ત્વચા પર સ્કિન કેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાનું ટાળે છે. આ ઉપરાંત, તે પોતાના રૂટીનને પણ એકદમ સિમ્પલ રાખે છે.

પોતાને હાઇડ્રેટેડ રાખે છે
હેલ્ધી સ્કિન માટે દીપિકા પૂરતા પ્રમાણમાં પાણી પીવે છે. તેમનું માનવું છે કે હાઇડ્રેટેડ રહેવાથી ત્વચાની અનેક સમસ્યાઓ આપોઆપ દૂર થઈ જાય છે. પૂરતી માત્રામાં પાણી પીવાથી ચહેરા પર નિખાર આવે છે અને ત્વચામાં મોઇશ્ચર જળવાઈ રહે છે. તેથી તે દિવસમાં 10-12 ગ્લાસ પાણી પીવે છે.
નિયમિત ક્લીનિંગ અને ટોનિંગ પણ કરે છે
દીપિકા પાદુકોણ પોતાની ત્વચાની સંભાળ રાખવા માટે નિયમિત ક્લીન્ઝિંગ, ટોનિંગ અને મોઇશ્ચરાઇઝિંગ પણ અવશ્ય કરે છે. જે દિવસે તે ઘરે હોય છે, તે દિવસે તે મેકઅપ વિના જ રહે છે. આ ઉપરાંત, રજાના દિવસે દીપિકા માત્ર SPF મોઇશ્ચરાઇઝર અને લિપ બામ જ લગાવે છે.

સૂતા પહેલા ત્વચા સાફ કરે છે
આ ઉપરાંત, દીપિકાએ જણાવ્યું કે તે સૂતા પહેલા પોતાની ત્વચાને ડીપ કન્ડિશનિંગ મોઇશ્ચરાઇઝ કરે છે. વળી, દીપિકાએ કહ્યું કે તે પાર્લર માત્ર ક્લીન્ઝિંગ કરાવવા જ જાય છે.
નારિયેળ તેલથી કરે છે વાળની સંભાળ
દીપિકા પોતાના વાળની સંભાળ માટે રૂટીનમાં નારિયેળ તેલ લગાવે છે. તેનાથી તેના વાળ લાંબા અને ચમકદાર રહે છે.

