પાટનગરમાં 55 આરોગ્ય કર્મીઓને નોટિસ પાઠવવામાં આવી છે. ગાંધીનગરમાં લોકોની આરોગ્ય સુખાકારી માટે સ્ટાફ છે તે કાર્યરત કરવામાં આવ્યો છે. ત્યારે કોરોનાની સ્થિતિ વચ્ચે સ્ટાફ પૂરતા પ્રમાણમાં હાજર ના રહેવાની રાહ ઉઠી હતી ત્યારે આ માહિતી શહેર આરોગ્ય તંત્ર સુધી પહોંચતા આ મામલ કાર્યવાહી કરાતા નોટિસ પાઠવવામાં આવી છે.
વધતા સંક્રમણ વચ્ચે આરોગ્ય કેન્દ્રોમાં કર્મીઓની અનિયમિતતા સામે આવી છે જેના સામે તંત્ર તરફથી કાર્યવાહી કરવામાં આવતા 10 આરોગ્ય કેન્દ્રના 55 કર્મીઓને નોટિસ ફટકારવામાં આવી છે.
જેમાં સૂત્રો તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર આરોગ્ય ક્ષેત્રે જોડાયેલા અધિક્ષક, સ્પેશ્યાલિસ્ટ, મેડિકલ ઓફિસર સહિત અન્ય કર્મીઓને નોટિસ પાઠવવામાં આવી છે. 55 કર્મચારીઓ સામે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે લોકોને અગવડતા પડતા તંત્ર તરફથી આ કાર્યવાહી કરાતા આરોગ્ય વિભાગના કર્મચારીઓનો નોટિસ પાઠવીને ખુલાસો માગ્યો છે.
એક તરફ કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે કેસોની સામે ગાંધીનગરના સીએચસી અને પીએચસી સેન્ટરમાં કર્મીઓને અનિયમિતતા સામે આવી છે. અત્યારે કોવિડ ટેસ્ટથી લઈને જે જગ્યા પર જથ્થો વેક્સિનનો ઉપલબ્ધ હોય ત્યાં ઝડપી વેક્સિન આપવાની કામગિરી થવી જોઈએ. આ સિવાય વાયરલના કેસો પણ વધી રહ્યા છે ત્યારે સેન્ટરો પર સ્ટાફ પૂરતો હાજર ના રહેતા આ કાર્યવાહી કરવામાં આવી છે.