Health Risks of Loneliness દર કલાકે 100 મોત: એકલતા કેવી રીતે તમારા સ્વાસ્થ્યને ખાઈ જાય છે?
Health Risks of Loneliness વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા જાહેર થયેલા રિપોર્ટ “From Loneliness to Social Connection” અનુસાર, એકલતા હવે માત્ર ભાવનાત્મક નહીં પણ ગંભીર આરોગ્ય સમસ્યા બની ગઈ છે. આ રિપોર્ટ અનુસાર વિશ્વમાં દર કલાકે લગભગ 100 લોકો એકલતાના પરોક્ષ પરિણામે મૃત્યુ પામે છે.
એકલતાનો આરોગ્ય પર ઘાતક અસર
WHO અને અન્ય સંસ્થાઓના તારણો બતાવે છે કે એકલતા:
- હૃદયરોગ, ડાયાબિટીસ, સ્ટ્રોકના જોખમને વધારી શકે છે.
- મેમોરી લોસ, ડિમેન્શિયા અને અલ્ઝાઈમર જેવી રોગોમાં યોગદાન આપી શકે છે.
- આત્મહત્યાની શક્યતા વધારી શકે છે.
- વ્યક્તિના સમગ્ર માનસિક અને શારીરિક આરોગ્યને નબળું કરી શકે છે.
કોવિડ પછી વધી ખતરનાક સ્થિતિ
કોવિડ-19 પછીના સમયમાં એકલતાની સમસ્યા વધુ ઘાતક બની છે. લોકોને ઘરમાં એકલાં રહેવું પડ્યું, સામાજિક જોડાણો તૂટ્યાં અને ડિજિટલ સંપર્ક વધ્યો. પરિણામે, શહેરોમાં ખાસ કરીને યુવાનો વધુ પ્રભાવિત થયા છે.
એક રિસર્ચ અનુસાર ભારતમાં:
- 22% લોકો એકલતાનો અનુભવ કરે છે.
- 16-24 વર્ષના 40% યુવાનો એકલતા અનુભવે છે, જ્યારે 65-74 વર્ષના વૃદ્ધોમાં આ આંકડો 29% છે.
- આર્થિક સર્વે (2024-25) મુજબ, એકલતા સંબંધિત માનસિક તકલીફો ભારતને $1 ટ્રિલિયનથી વધુનું નુકસાન પહોંચાડી શકે છે.
શહેરોમાં વધુ ભયજનક સ્થિતિ
દિલ્લી, મુંબઈ, અમદાવાદ, બેંગલુરુ જેવા શહેરોમાં તણાવ, વ્યસ્ત જીવનશૈલી અને નાનાં પરિવારોના કારણે એકલતાનું પ્રમાણ વધી રહ્યું છે. ડિજિટલ જીવનમાં વધારો પણ એકલતાના મહત્વપૂર્ણ કારણોમાંથી એક છે.
કેવી રીતે બચી શકાય?
AIIMS દિલ્લીના ડૉ. સંજય રાય જણાવે છે કે:
- દૈનિક વોક અને ફિઝિકલ એક્ટિવિટી અપનાવો
- મિત્રો-પરિવાર સાથે સમય વિતાવો
- મોબાઇલ અને સ્ક્રીન સમય ઘટાડો
- સામાજિક કે સ્વયંસેવી પ્રવૃત્તિઓમાં જોડાવા
એકલતા હવે ‘મૌન રોગ’ નથી રહી, તે હવે આખા વિશ્વ માટે ગંભીર પડકાર છે. તેની સામે વ્યક્તિગત અને સામૂહિક સ્તરે પગલાં લેવાં જરૂરી છે. જો તમે અથવા તમારું કોઈ નજીકનું વ્યક્તિ એકલતાનો અનુભવ કરી રહ્યું હોય, તો સહાનુભૂતિથી વાત કરો, સહારો આપો અને જરૂર પડે ત્યારે વ્યાવસાયિક મદદ લો.