રેસિપીઃ કોરોના વાયરસની કપરી પરિસ્થિતિ વચ્ચે લોકો કોઈના કોઈ ડ્રિંગ્સ બનાવીને રોગપ્રતિકારક શક્તી વધારી રહ્યા છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદમાં એક ખાસ પ્રકારના દૂધનો ઉલ્લેખ છે. જેનું સેવન કરવાથી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને અનેક પ્રકારના વાયરસ તથા રોગથી વ્યક્તિ પોતાને બચાવી શકે છે. રોગપ્રતિકારક શક્તિ વધવાથી શરીરમાં થાક પણ દૂર થાય છે. આ સાથે જ દૂધ શરીરમાં જવાથી ઉર્જાનો સંચાર થાય છે. તો ચાલો આજે આ દૂધ પીવાના ફાયદા અને તે બનાવવાનો સરળ રીત અંગે ચર્ચા કરીએ.
આયુર્વેદીક દૂધના ફાયદા
– શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે.
– મેમરી વધારે. પરિણામે શીખવાની ક્ષમતામાં વધારો થાય છે.
– યૌન ક્ષમતામાં વધારો કરે છે. શુક્રાણુના કાઉન્ટ વધે છે. જેથી ફળદ્રુપતા વધે છે.
– મહિલાના હાડકાંની નબળાઇ અને પીરિયડ્સ દરમિયાન થતી સમસ્યાઓ દૂર કરે છે.
– ત્વચાની ચમક અને નિખારને વધારવા મદદરૂપ
– સ્કિનને ટાઈટ બનાવે. જેનાથી વૃદ્ધાવસ્થાના લક્ષણો જલ્દી દેખાશે નહીં.
– શરીરમાં બ્લડ સુગર, બ્લડ પ્રેસર, hP વેલ્યુ, કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે. ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેસર, હાર્ટ સ્ટ્રોક, લોહીની બીમારી, પેટની સમસ્યા, કિડની અને લીવરની સમસ્યા દૂર થાય છે.
આયુર્વેદીક દૂધ બનાવવાની સામગ્રી
10 બદામ
3 ખજૂર
1 ગ્લાસ ગાયનું દૂધ
4 ચપટી હળદર
2 ચપટી તજ
1 ચપટી ઈલાયચી પાવડર
1 ચમચી દેશી ઘી
1 ચમચી મધ
આ દૂધ કેવી રીતે બનાવશો
આ દૂધ બનાવવા રાત્રે 10 બદામ અને 3 ખજૂર પાણીમાં પલાળી રાખો. જો ખજૂર હોય તો પલાળશો નહીં. સીધે સીધું ઉપયોગ કરો. સવારે બદામને છીણી લો. ખજૂરનાં બીજના બીજને કાઢીને બંનેને પીસી લો. આ પેસ્ટને હુંફાળા પાણીમાં ભેળવીને હળદર, તજ તથા ઈલાયચી નાખો. હવે તેને 1 ચમચી ઘી નાખો. સારી રીતે ભેળવી સવારે ખાલી પેટે પીવો.
આ વાતનું ધ્યાન રાખો
આ દૂધનું સેવન સવારે ખાલી પેટે કરવાનું છે. તેમ ઈચ્છો તો રાતે સુતા પહેલા પણ પી શકો છો. પણ રાતે તમારે ખાવા અને દૂધ પીવા વચ્ચે 2 કલાકનું અંતર રાખવું પડશે. સવારે દૂધ પીધા બાદ 40 મિનિટ સુધી કઈ ખાવું નહીં. તજ ગરમ પડે છે, જેથી તે બે ચપટીથી વધુ ન નાંખવા. જો તમને ડાયાબીટીસની તકલીફ હોય તો તબીબની સલાહ લો. બીજા બધા લોકો માટે આ દૂધ લાભદાયક અને સુરક્ષિત છે. આ દૂધ નાના મોટા સૌ પી શકે છે.