Mango Shake ડાયાબિટીસમાં પણ મેંગો શેક પીવો શક્ય: જાણી લો બનાવવાની રીત
Mango Shake ઉનાળાની મોસમ આવે એટલે કેરીના શોખીન લોકો માટે મેંગો શેક પ્રથમ પસંદગી બની જાય છે. પરંતુ ડાયાબિટીસ ધરાવતા લોકો માટે કેરી અને તેના દ્વારા બનેલા પદાર્થો ખાવા માટે સાવધાની જરૂરી બની જાય છે. તેમ છતાં, યોગ્ય રીત અને મર્યાદા સાથે મેંગો શેકનો લુટફ ઉઠાવવો શક્ય છે.
કેરી સ્વાભાવિક રીતે મીઠી ફળ છે. 100 ગ્રામ કેરીમાં આશરે 14-15 ગ્રામ કુદરતી ખાંડ હોય છે. જ્યારે તે દૂધ સાથે મિક્સ થાય છે અને ખાંડ ઉમેરીને શેક તૈયાર થાય છે, ત્યારે એક ગ્લાસમાં ખાંડની માત્રા 30-35 ગ્રામ સુધી પહોંચી શકે છે. ડાયાબિટીસ ધરાવતા લોકો માટે આ માત્રા ખૂબજ વધારે છે અને બ્લડ સુગર લેવલમાં ઝડપી વધારો કરી શકે છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે સલામત મેંગો શેક બનાવવાની રીત:
મેંગો શેક બનાવતી વખતે ફક્ત કેરી અને દૂધ (low-fat milk) નો ઉપયોગ કરો.
તેમાં ખાંડ, આઈસ્ક્રીમ કે ફ્રેશ ક્રીમ ઉમેરવા ટાળો, કારણ કે તે સુગર અને કેલરી બંને વધારે છે.
કેરીની માત્રા 50-60 ગ્રામ જેટલી રાખો અને 1 કપ દૂધ ઉમેરી હલકા શેક તરીકે સેવન કરો.
શેકને નાસ્તાની જેમ પીઓ અને સાથે બીજું કંઇ ખાવું ટાળો.
આ રીતે બનેલો મેંગો શેક માત્ર તાજગી જ લાવે છે, પણ તમારા બ્લડ સુગર લેવલને પણ નિયંત્રણમાં રાખે છે. યાદ રાખો કે દરેક શરીર અલગ હોય છે, તેથી આ પ્રકારના પદાર્થો શામેલ કરતા પહેલાં તમારા ડાયાબિટીસ નિષ્ણાત અથવા ડાયટિશિયનની સલાહ લેવવી સૌથી યોગ્ય રહેશે.
ડાયાબિટીસ હોવા છતાં તમે મેંગો શેકનો આનંદ લઈ શકો છો — બસ યોગ્ય પદ્ધતિ અને મર્યાદા સાથે!